આવાસો ખરીદવા કે ભાડે મેળવવા ઈચ્છતા પૂર્વ સૈનિકોએ નામ નોંધાવવા જોગ
રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ અને મોરબી જિલ્લામાં વસતા વૃધ્ધ પૂર્વ સૈનિકો માટે ૧ બીએચકેના આવાસ માલીકીના અથવા ભાડા પટ્ટાના ધોરણે અન્ય સુવિધાઓ સાથે પોતાના ખર્ચે ખરીદવા માંગતા હોય તો આ અંગેનો પ્રોજેકટ મીલીટરી ઓથોરીટી દ્વારા હાથ ધરવામાં આવેલ છે. જે વૃધ્ધ પૂર્વ સૈનિકો આવા આવાસ સ્વખર્ચે મેળવવા ઈચ્છતા હોય તેઓએ પોતાનાં નામ અને વિગતની યાદી જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી રાજકોટ ખાતે નોંધાવવા રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે
Recent Comments