fbpx
ગુજરાત

રાષ્ટ્રીય ચેતનાને ઉજાગર કરતો ભવ્ય કાર્યક્રમ તારા નામમાં ઓ સ્વતંત્રતા

ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી આયોજિત સ્વાતંત્ર્ય દિનની પૂર્વસંધ્યાએ ભવ્ય કાર્યક્રમ ‘તારા નામમાં ઓ સ્વતંત્રતા’ તા. ૧૪-૮-૨૦૨૧શનિવાર, સાંજે ૬.3૦ કલાકે ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે યોજાશે. ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ અંતર્ગત આ કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો પ્રસ્તુતિ કરશે.

        અતિથિવિશેષ તરીકે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રીશ્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહેશે. પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા આઝાદીની અવિસ્મરણિય પળોને ઉજાગર કરશે. સુખ્યાત કવિ હરદ્વાર ગોસ્વામીના પુસ્તક ‘કલરવ’નું આ પ્રસંગે વિમોચન થશે. સુપ્રસિદ્ધ વક્તા જય વસાવડા અને RJ ધ્વનિત રાષ્ટ્રીય ચેતનાને ઉજાગર કરતું વક્તવ્ય આપશે. સુપ્રસિદ્ધ સંગીતકાર પંકજ ભટ્ટની સહોપસ્થિતિમાં જાણીતા ગાયકૉ ડૉ. નરેન્દ્ર શાસ્ત્રી, ડૉ. ફાલ્ગુની શશાંક, રક્ષા શુક્લ, ડૉ.કૃતિ મેઘનાથી ઇત્યાદિ દેશભક્તિના ગીતો રજૂ કરશે. કાર્યક્રમનું સંચાલન જાણીતા નાટ્યકાર વિરલ રાચ્છ કરશે.

        ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્રશ્રી ડૉ. હિમ્મત ભાલોડિયા અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સભ્ય સચિવ શૈલેશ શાહ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં કલારસિકોને જાહેર નિમંત્રણ છે. કોવીડની ગાઈડલાઈનનું પાલન સૌએ કરવાનું રહેશે

Follow Me:

Related Posts