fbpx
રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી જનધન યોજનામાં ૫.૮૨ કરોડ એકાઉન્ટ નિષ્ક્રિય

પ્રધાન મંત્રી જનધન યોજના હેઠળ દરેક ગરીબ વ્યક્તિને બેન્કિંગ સિસ્ટમ સાથે જાેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે અત્યાર સુધીમાં આ યોજના હેઠળ ૪૨.૩૮ કરોડ જન ધન એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. જેમાં હાલમાં ૧.૪૩ લાખ કરોડ રૂપિયા બેલેન્સ છે.

જાેકે આ યોજના હેઠળ ખોલાયેલા બેન્ક એકાઉન્ટ પૈકીના ૫.૮૨ કરોડ એકાઉન્ટ ઓપરેટ થઈ રહ્યા નથી. આ પૈકી ૨.૦૨ કરોડ એકાઉન્ટ મહિલાઓના છે.
ભારતીય રિઝર્વ બેન્કના નિયમ પ્રમાણે કોઈ ખાતામાં સતત બે વર્ષ કે તેના કરતા વધારે ટ્રાન્સઝેક્શન ના થાય તો તે ખાતુ ઈનઓપરેટિવ કહેવાતુ હોય છે. આમ ૫.૮૨ કરોડ એકાઉન્ટ એવા છે જે ઓછામાં ઓછા બે વર્ષથી ઓપરેટ થયા નથી.
આ બાબત ચિંતાનો વિષય એટલા માટે છે કે, સરકારની જેટલી પણ વેલફેર સ્કીમ કે ગ્રામ્ય વિસ્તારમાં રોજગારી આપવાની સ્કીમ છે તેના હેઠળના પૈસા આ એકાઉન્ટ હેઠળ જમા થતા હોય છે. ઈનઓપરેટિવ એકાઉન્ટનો અર્થ એ પણ છે કે, આ ખાતામાં જાે પૈસા જમા થયા તો તેને કાઢી નહીં શકાય, તેને ફરી એક્ટિવેટ કરવાની જરૂર પડશે.

મોદી સરકારના સત્તામાં આવ્યા બાદ કરોડો લોકોના આ યોજના હેઠળ એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે અ્‌ને તેના કારણે કરોડો લોકોને સીધો લાભ પણ મળ્યો છે. કોવિડ સહાય, કિસાન યોજના, સ્વાસ્થ્ય વીમા કવર જેવી યોજનાઓને આ બેન્ક એકાઉન્ટો થકી જ અમલમાં મુકી શકાઈ છે.

Follow Me:

Related Posts