અમદાવાદ સોલા સિવિલમાં મેલેરિયાગ્રસ્ત આઠ વર્ષની બાળકીનું મોત નિપજ્યું
અમદાવાદ સોલા સિવિલમાં મેલેરિયાગ્રસ્ત એક આઠ વર્ષની બાળકીનું મેલેરિયાથી મોત નિપજ્યું છે. આ બાળકી મૂળ ધંધુકાની રહેવાસી હતી અને તેને સોલા સિવિલમાં સારવાર અર્થે લાવવામાં આવી હતી. જ્યાં બાળકીનું મોત થયું છે. અત્યારે ખૂબ મોટી સંખ્યામાં બાળકો ઋતુગત બીમારીના ભરડામાં આવ્યાં છે. માત્ર સોલા સિવિલમાં ચાલુ ઓગસ્ટ માસમાં ૧૦ દિવસમાં જ ૭૦૦ બાળકો સારવાર માટે આવ્યાં છે. જ્યારે જુલાઈ માસમાં એક હજાર ૫૭૩ બાળકોને મેલેરિયાની સારવાર આપવામાં આવી છે. બાળકોમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ઝાડા – ઉલ્ટી, શરદી અને તાવના કેસો મોટી સંખ્યામાં જાેવા મળ્યાં છે અને આજે તો આઠ વર્ષની બાળકીનું મેલેરિયાથી મોત પણ થયું છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. આરોગ્ય ખાતાની ઢીલી નીતીને કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યાં છે. સરકારી હોસ્પિટલ્સ તેમજ અર્બન હેલ્થ સેન્ટરો પર દર્દીઓની લાઇનો જાેવા મળે છે. પાણી અને મચ્છરજન્ય રોગની સાથે વાઇરલના કેસો પણ વધી રહ્યાં છે.
વડોદરા શહેરમાં પણ પાણીજન્ય રોગચાળો વકર્યો છે. તા.૨થી તા.૭ સુધી કરેલી કામગીરી દરમિયાન ઝાડા, તાવ અને ઝાડાઊલટીના ૧૫૬૮ કેસ મળી આવ્યા છે. જાે કે શંકાસ્પદ કમળાના ત્રણ કેસ મળ્યાં હતાં.
Recent Comments