આવતીકાલે તા. ૧૪ ઓગસ્ટના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, અંતર્ગત નેહરૂ યુવા કેન્દ્ર અમરેલી તરફથી આઝાદી દિન પૂર્વ દિવસે ફ્રીડમ દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વાત કરતા નહેરુ યુવા કેન્દ્રના અધિકારી સુશ્રી એકાંકી અગ્રવાલએ જણાવ્યું હતું કે આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતાં હોવાથી આ ફ્રીડમ દોડનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શહેરના ૭૫ યુવાઓ ભાગ લેશે. આ દોડ સવારે ૮ કલાકે સીનિયર સિટીજન પાર્ક સર્કલથી અમર જવાન જ્યોતિ સુધી ફ્રીડમ દોડનું આયોજન કરવામાં આવેલ છે.
આ દોડની શરૂઆતમાં કૌશિકભાઈ વેકરીયા જિલ્લા ભાજપ પ્રમુખના વરદ હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. આ કાર્યક્રમ અંતર્ગત યુવાઓ દ્વારા સિનિયર સિટીજન પાર્કમાં પ્રથમ રાષ્ટ્રગાન અને ત્યારબાદ અમર જવાન જ્યોતિ સુધી ફ્રીડમ દોડ યોજાશે. આ દોડમાં અમરેલી શહેરની વિવિધ યુવા સંસ્થાઓ/NGO/NSS તથા અન્ય ૭૫ યુવાનો દોડમાં ભાગ લેશે. દોડનો ઉદ્દેશ ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતા ઉજવણી યુવાઓનો શારીરિક વિકાસ થાય તેમજ રમત ગમતમાં ઉત્સાહપૂર્વક ભાગ લે એવા શુભ આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યકમનું આયોજન કોરોનાની માર્ગદર્શિકા મુજબ કરવામાં આવશે.
Recent Comments