અમરેલી

આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત, અમરેલી જિલ્લા ખાતે ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનો માટે વિવિધ ૭ રમતોની સ્પર્ધાઓ યોજાશે

આઝાદીના ૭૫ વર્ષ પુરા થાય છે ત્યારે સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગ રૂપે રમત ગમત વિભાગ દ્વારા ૬૦ વર્ષથી ઉપરના સીનીયર સિટીજન ભાઈઓ બહેનો માટે  વિવિધ- ૭ રમત સ્પર્ધાઓ જેવીકે શુટીંગ, વોલીબોલ, ક્રિકેટ, રસ્સાખેંચ, યોગાસન, ચેસ, કેરમ, એથલેટીક્સ ભાઈઓ માટે ઇવેન્ટ (૧૦૦મી, ૨૦૦મી, ૪૦૦મી, ૮૦૦મી, ૧૫૦૦મી દોડ અને ૫ કીમી જલદચાલ,  લાંબીકુદ, ઉંચીકુદ, ગોળાફેંક, ચક્રફેંક, બરછીફેંક) જ્યારે બહેનો માટે ઇવેન્ટ (૧૦૦મી, ૨૦૦મી, ૪૦૦મી, ૮૦૦મી, ૧૫૦૦મી દોડ અને ૩ કીમી જલદચાલ, લાંબીકુદ,ઉંચીકુદ, ગોળાફેંક, ચક્રફેંક, બરછીફેંક)નું આયોજન કરવામાં આવનાર છે.

ભાગ લેવા ઈચ્છતા કે જેઓ  ૩૧/૧૨/૧૯૬૧ પહેલા જન્મેલા હોય તેવા ભાઈઓ બહેનોએ સાદા કાગળમાં પોતાની અરજી સંપુર્ણ વિગત સાથે જેવીકે પોતાનું પૂરું નામ , સરનામું, જન્મ તારીખ ,રમતનું નામ એથલેટીક્સમાં ઇવેન્ટનું નામ મોબાઈલ નંબર લખી અરજી કરવી.  અરજી સાથે આધાર કાર્ડ, જન્મનો પુરાવો, રજીસ્ટર્ડ ડોક્ટરનું ફિટનેસ અંગેનું મેડીકલી ફિટ પ્રમાણપત્ર, તથા અમરેલી જિલ્લાના વતની હોવા અંગે રહેઠાણનો પુરાવો ફરજીયાત જોડવાનો રહેશે. અરજી તા. ૦૬/૦૯/૨૦૨૧ સુધીમા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી બ્લોક નંબર સી.રૂમ નંબર ૧૧૦-૧૧૧ બહુમાળી ભવન અમરેલી ખાતે રૂબરૂ કે ટપાલથી મોકલી આપવાની રહેશે. અધુરી વિગતવાળી અરજીઓ ધ્યાને લેવામા આવશે નહી. એક ખેલાડી કોઈ પણ એક રમતમાં ભાગ લઈ શકશે જ્યારે એથલેટીક્સમાં કોઈપણ ત્રણ ઈવેન્ટમાં ભાગ લઈ શકાશે. જેની ખાસ નોંધ લેવા વિનંતી છે. વધુ વિગત માટે કચેરીના ૦૨૭૯૨-૨૨૩૬૩૦ નંબર પર  સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

Related Posts