સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં ત્રણ દિવસ અગાઉ થયેલ હિટ એન્ડ રનના સીસીટીવી ફૂટેજ વાયરલ

રાજકોટના ગત આઠમી તારીખે જાણીતા ઉદ્યોગપતિના અકસ્માત મામલે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતા ઉદ્યોગપતિ વિજય સોરઠીયાના અકસ્માતના હાલ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં કાર ચાલકની બેદરકારી સ્પષ્ટ જાેવા મળી રહી છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં સવારના ભાગે સાયકલ ચાલકો મ્ઇ્‌જી ટ્રેકમાં સાયકલ ચલાવતા હોઈ છે, ત્યારે પુરપાટ ઝડપે આવતા કાર ચાલકે રાજકોટમાં આ અકસ્માત સર્જ્‌યો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે ઉદ્યોગપતિનું મોત નીપજ્યું હતું. તમને જણાવી દઈએ કે ગત ૮ તારીખે વહેલી સવારે આ બનાવ બન્યો હતો.

અત્રે નોંધનીય છે કે, રાજકોટમાં ગત આઠમી તારીખના રોજ વહેલી સવારે બીઆરટીએસ ટ્રેકમાં કારચાલકે સાઇકલ સવાર વિજયભાઈ સોરઠીયાને અડફેટે લીધા હતા. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કાર ચાલક કાર ઘટના સ્થળેથી ફરાર ગયો હતો. ઘટના બન્યાને આજે ચાર દિવસનો સમય વીતી ગયો છે. ત્યારે ૮ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ વહેલી સવારે જે ઘટના રાજકોટ શહેરના દોઢસો ફૂટ રોડ પર આવેલા બીઆરટીએસ ટ્રેક પર બની હતી તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે.

સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ પણે જાેઈ શકાય છે કે, કઈ રીતે બીઆરટીએસ ટ્રેકમાં એક તરફથી સાઇકલ સવાર વિજયભાઈ સોરઠીયા જઈ રહ્યા છે. તો બીજી તરફથી પુરપાટ ઝડપે કાર આવી રહી છે. ત્યારે બીઆરટીએસ ટ્રેકમાં ઉદ્યોગપતિ કે એવા વિજય ભાઈ સોરઠીયા સાઇકલ સહિત અડફેટે લેતા વિજયભાઈ સોરઠીયા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

Related Posts