હિમાચલ પ્રદેશમાં થયેલી બસ દુર્ઘટનાના મૃતકોનેમોરારિબાપુની સહાય
હિમાચલ પ્રદેશના કિન્નોર નજીક માર્ગ પર જતી બસ પર પથ્થર ધસી પડવાને લીધે ગઈકાલે એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં છેલ્લી માહિતી અનુસાર કુલ ૧૦ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. આ તમામ મૃતકોના પરિવારજનોને હનુમંત સાંત્વનારૂપે પૂજ્ય બાપુએ પ્રત્યેક મૃતકના પરિવારજનોને રૂપિયા ૫-૫ હજારની સહાય કે જેની કુલ રકમ ૫૦ હજાર થાય છે તે મોકલી આપવા જણાવ્યું છે. આ રાશી રામકથાના શ્રોતાઓ દ્વારા પહોંચતી કરવામાં આવશે. તમામ મૃતકોના પરિવારજનોને પૂજ્ય બાપુએ દિલસોજી પાઠવી છે અને મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. તેમ જયદેવભાઈ માંકડ ની યાદીમાં જણાવાયું છે
Recent Comments