fbpx
રાષ્ટ્રીય

એર ઈન્ડિયાની પાયલટ કેપ્ટન જાેયા અગ્રવાલ બની સંયુક્ત રાષ્ટ્રમાં મહિલા પ્રવક્તા

જનરેશન ઈક્વલિટી અંતર્ગત સંયુક્ત રાષ્ટ્રમાં મહિલા પ્રવક્તા બનવા અંગે એર ઈન્ડિયાના પાયલટ કેપ્ટન જાેયા અગ્રવાલે જણાવ્યું કે, ‘હું ખૂબ જ વિનમ્રતા સાથે આ કહેવા માંગુ છું કે, મને સંયુક્ત રાષ્ટ્ર મહિલા જેવા મંચ પર પોતાના દેશ અને એર ઈન્ડિયાના ધ્વજવાહકનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી તે મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. સમગ્ર વિશ્વમાં પોતાના દેશનું માન વધારવા માટે મને ખૂબ સન્માનની લાગણી અનુભવાઈ રહી છે.’

કેપ્ટન જાેયા અગ્રવાલે જણાવ્યું કે, ‘મેં ત્યારે સપના જાેવાનું ચાલું કર્યું હતું જ્યારે હું આઠ વર્ષની હતી. હું સિતારાઓને અડવા માંગતી હતી. હું દરેક છોકરી અને મહિલાને કહેવા ઈચ્છું છું કે, પોતાની આજુબાજુના માહોલની પરવા કર્યા વગર સપના જાેવાનું ચાલુ રાખો. મહેરબાની કરીને સપના જાેવો અને તેને પૂરા કરવા માટે તમારી બધી જ મહેનત સમર્પિત કરી દો. હાર ન માનશો.

Follow Me:

Related Posts