દેવગઢ બારિયા તાલુકાના ત્રણ યુવકોની લાશ ખેતરમાંથી મળી આવતા ચકચાર મચી
જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ડાંગરીયા ગામે કાપડી વિસ્તારમાં રહેતા ૩ યુવકોની રોડની સાઈડમાં આવેલ ખેતરમાંથી લાશો મળી આવતા પંથક સહિત જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. મુસ્લિમ સમાજના ત્રણ યુવકો ઈશુબ અયુબ કમાલ શુક્લા (ઉં. ૨૧ , અકબર સતાર પટેલ(ઉં. ૨૫ )સમીર યાકુબ (ઉં. ૨૧)ની લાશ મળી આવી છે.
આ ત્રણેય યુવકોના મૃતદેહ દેવગઢ બારિયા તાલુકાના ડાંગરીયા ગામે એક ઝાડની નીચેથી મળી આવ્યાં છે. આ ઘટના અંદાજે ગત મોડી રાત્રીના સમયે બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વહેલી સવારે ઘટનાની જાણ થતાં પરિવારજનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યાં હતાં.
મૃતકોના પરિવારજનોમાં આક્રંદનો માહોલ છવાઈ ગયો હતો ત્યારે ઘટનાની જાણ નજીકની પોલીસને થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર તાત્કાલિક દોડી આવ્યો હતો. ત્રણેય મૃતકોનો કબ્જાે લઈ પોલીસે નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ માટે મૃતદેહોને રવાના કરી દેવામાં આવ્યાં છે, ત્યારે બીજી તરફ મૃતકના પરિવારજનો દ્વારા આક્ષેપો પ્રતિ આક્ષેપો નો દોર ચાલ્યો હતો.
પરિવારજનો દેવગઢ બારીયા પોલીસ મથકે પણ પહોંચી ગયા હતા અને જ્યાં યુવકની હત્યા કરાઇ હોવાની પોલીસ સમક્ષ રજૂઆત પણ કરી હતી. મોતનો ગુનો દાખલ કરવા પોલીસને અનુરોધ કર્યો હતો પરંતુ પ્રથમ તબક્કે પોલીસે અકસ્માત નો ગુનો દાખલ કરવાની તજવીજ સાથે આ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.
જાણવા મળ્યા અનુસાર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ દાહોદ જિલ્લાની અન્ય પોલીસ પણ દેવગઢ બારીયા પોલીસ મથકે રવાના થઈ ગઈ છે. હાલ આ ઘટનાને પગલે અનેક શંકા, કુશંકાઓ પણ વહેતી થવા માંડી છે. આ યુવકોની આત્મહત્યા કે પછી હત્યા કરવામાં આવી હશે કે, પછી કોઈ અકસ્માત નડ્યો હશે? જેવા અનેક સવાલો હાલ પરિવારજનો સહિત ગ્રામજનોમાં ઉદ્?ભવવા પામ્યાં છે. પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ તલસ્પર્શી તપાસનો આરંભ કર્યાં છે. પોલીસે મૃતકના મૃતદેહને નજીકના દવાખાને પોસ્ટ મોર્ટમ માટે રવાના કરી દીધા છે.
Recent Comments