fbpx
ગુજરાત

પ્રેમમાં અંધ બનેલ માતાએ ત્રણ વર્ષની બાળકની હત્યા કરી લાશ પાલનપુરમાં દાટી દીધી

પ્રેમ આંધળો હોય છે એ વાત તો સૌ કોઈ કરે છે. પણ શું પ્રેમ એટલો પણ આંધળો થઈ જાય કે જેમાં એક માતા પોતાના જ ૩ વર્ષના બાળકની હત્યા કરી દે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. જેમાં માતાએ પોતાના પ્રેમી સાથે મળીને ૩ વર્ષના બાળકની હત્યા કરીને લાશ પાલનપુરમાં દાટી દીધી હતી. આ મામલે પોલીસે માતા અને પ્રેમીની ધરપકડ કરી છે.

અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં આ હત્યારી માતાનો બનાવ સામે આવ્યો છે. પ્રેમ સંબંધમાં કંકાસ થતાં માતાએ જ પોતાના ૩ વર્ષના બાળકને ઝેર પીવડાવી હત્યા કરી નાખી હતી. અને પ્રેમી સાથે મળીને બાળકની લાશને બનાસકાંઠાના પાલનપુરના વગદા ગામે દાટી દીધી હતી. ૮ ઓગસ્ટના રોજ બાળકની હત્યા કરી દેવામાં આવી હતી.

આ મામલે અમદાવાદમાં રહેતાં પતિએ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અને પાલનપુરના વગદા ગામેથી દફનાયેલી બાળકની લાશને બહાર કાઢવામાં આવી હતી. પોલીસે મામલતદારની હાજરીમાં બાળકની લાશને બહાર કાઢી હતી. જાે કે આ કિસ્સો સામે આવતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. આખરે એક માતા પ્રેમમાં અંધ બનીને ૩ વર્ષના માસૂમની હત્યા કેવી રીતે કરી શકે?

Follow Me:

Related Posts