પોર્નોગ્રાફી કેસમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની સમસ્યાઓ સતત વધી રહી હોય તેવું લાગે છે. મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે પોર્નોગ્રાફી રેકેટની તપાસ તેજ કરી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પહેલા જ પોર્ન રેકેટને લઈને ઘણા ખુલાસા કર્યા છે અને દાવો પણ કર્યો છે કે પોલીસ પાસે આ કેસમાં રાજ કુન્દ્રા સામે ઘણા પુરાવા છે. હવે આ સમગ્ર રેકેટમાં કોણ સંડોવાયેલ છે, પોર્નોગ્રાફીના કાળા કારોબારનું વેબ ક્યાં સુધી ફેલાયું છે અને પોર્નોગ્રાફી કેસની તપાસ કરવા જેવી તમામ માહિતી એકત્ર કરવા માટે, મુંબઈ ક્રાઈમ બ્રાંચે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) બનાવી છે.
પોર્નોગ્રાફી કેસની તપાસ માટે રચાયેલી એસઆઈટીની ટીમનું નેતૃત્વ એસીપી સ્તરના અધિકારી કરશે. આ ટીમ પોર્નોગ્રાફી કેસમાં અલગથી નોંધાયેલા તમામ કેસોની પણ તપાસ કરશે અને પછી ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ કરશે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે દાવો કર્યો છે કે આ રેકેટ માત્ર મુંબઈ અથવા દેશના અન્ય ભાગો સુધી મર્યાદિત નથી, પરંતુ તેના કનેક્સન વિદેશોમાં પણ જાેડાયેલા છે.
અત્યાર સુધીની તપાસમાં એ વાત સામે આવી છે કે પોર્નોગ્રાફી રેકેટનું વેબ ઘણું મોટું છે અને દૂર દૂર સુધી ફેલાયેલું છે. હજુ પણ ઘણી બધી ફરિયાદો આ કેસમાં આવી રહી છે. એ સાથે બીજા ઘણા બધા આરોપીઓના નામ બહાર આવી રહ્યા છે, તેથી જ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમ બનાવવામાં આવી છે. પોર્નોગ્રાફી રેકેટ સાથે સંબંધિત કોઈપણ કેસ, પછી ભલે તે મુંબઈના કોઈપણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હોય, અથવા અન્ય કોઈ પણ સ્થળે, તે તમામની તપાસ હવે એસઆઈટીની ટીમ દ્વારા કરવામાં આવશે.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પહેલાથી જ રાજ કુન્દ્રાની કંપનીમાંથી થતા વિદેશી વ્યવહારો અને ગેરકાયદેસર કામગીરીનો પર્દાફાશ કર્યો હતો. આ સાથે કંપનીના સર્વરમાંથી ડેટા ડીલીટ કરવાની વાત પણ સામે આવી હતી. અત્યાર સુધી પોર્નગ્રાફી કેસમાં રાજ કુંદ્રાના આઈટી વડા સહિત ૧૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે તેની પત્ની શિલ્પા શેટ્ટી કુંદ્રાની પણ પૂછપરછ કરવામાં આવી છે.
Recent Comments