ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૧૫ ઓગષ્ટ થી ૨૧ ઓગષ્ટ સુધી
મેષ :- સાતમાં સ્થાનમાં ચંદ્ર દામ્પત્ય જીવનમાં પ્રેમ વધારનાર, ભાગીદારી માટે સારો સમય આપનાર, સપ્તાહના મધ્યભાગમાં વારસાઈ સંપતિના કાર્ય તેજ કરાવે, ભાગ્યોદય માટે ઘણા બધા નવા વિકલ્પો ખુલે.
બહેનો :- લગ્ન સંબંધિત કાર્ય પુરા થાય, ઈચ્છાઓની પૂર્તિ થાય.
વૃષભ :- છઠા સ્થાનમાં ચંદ્ર આરોગ્યની બાબતમાં થોડી તકેદારી રાખવી, હિતશત્રુઓથી પણ સાવધાની જરૂરી બને, સપ્તાહના મધ્યભાગમાં લગ્નજીવનની બાબતમાં તકેદારી અને વાણીથી ચાલતા ધંધામાં મીઠાસ રાખવાથી લાભ રહે.
બહેનો :- સ્ત્રી રોગોની પીડામાં રાહતનો અનુભવ થાય.
મિથુન :- પાંચમાં સ્થાનમાં ચંદ્ર શિક્ષણ કાર્ય, અધૂરા રહેલા અભ્યાસને પુરા કરવામાં મદદ કરે, આરોગ્યની સંભાળ રાખવી, કોર્ટ કચેરી, સગા સ્નેહીજનોથી નાની મોટી તકલીફો આવે, પરંતુ સમય જતા બધું સરખું થતું જાય.
બહેનો :- સંતાનથી લાભ રહે, અધૂરા શિક્ષણની ઈચ્છા પૂરી થાય.
કર્ક :- ચોથા સ્થાનમાં ભૌતિક સુખ સગવડો વધારનાર ચંદ્ર જમીન મકાન અને ખેતીવાડી નાં કાર્ય કરાવે, સપ્તાહના મધ્યભાગમાં નવા સ્ત્રીમિત્રોનો પરિચય કરાવે, સંતાન સંબંધી કાર્ય થાય, અચાનક મુસાફરીનાં યોગ ઉભા થાય.
બહેનો :- પીતુપક્ષથી આનંદ દાયક સમાચાર મળે, સુખ સંપતિ વધે.
સિંહ :- ત્રીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ધાર્મિક કાર્યક્રમો સામાજિક અને સેવાકીય કાર્યમાં ભાગ લેવાનો આનંદ આપે, નવી વસ્તુની ખરીદીનું વિચારટા હો તો સપ્તાહના મધ્યભાગ માં તે થઇ શકે, જુના મિત્રોની સાથે સમય ગાળી શકો.
બહેનો :- તીર્થયાત્રા, દેવસ્થાનનો લાભ અચાનક મળે.
કન્યા :- બીજા સ્થાનમાં ચંદ્ર પરિવારજનો સાથે સુખદ ક્ષણો અને નાણાકીય રીતે ખુબ જ સારી સધ્ધરતા આપનાર બને, સપ્તાહના મધ્યભાગમાં ભાઈ ભાંડુ માટે સમય આપવો પડે, ઈશ્વર કૃપા મેળવી શકો.
બહેનો :- કુટુંબમાં તમારી કીર્તિ અને સન્માન વધે.
તુલા:- આપની રાશિમાં ચંદ્ર હજુ રાત્રી સુધી રહેતા, મનનાં તરંગો ખુબ જ નિર્મળ, શાંત અને રોમેન્ટિક રહે. દામ્પત્ય જીવનમાં ખુશીનો માહોલ રહે, કુરુમ્બ પરિવારોથી સારું, ધંધાકીય કાર્ય પણ સહેલાઈથી પુરા થાય.
બહેનો :- દરેક નિર્ણયો લેવામાં આસાની રહે.
વૃશ્ચિક :- વ્યય ભુવનમાં ચંદ્ર આવક જાવક બાબત થોડું વિચારવું પડે, પરંતુ તમારા અંગત જીવન, પત્ની, પરિવાર માટે ખર્ચ થાય, સપ્તાહના પ્રારંભમાં ચંદ્ર આપની રાશિમાં આવતા નિર્ણયો લેવામાં તકલીફ થાય.
બહેનો :- જરૂર હોય ત્યાંજ નાણાનો ખર્ચ કરશો તો સારું રખાવે.
ધન :- લાભ સ્થાને ચંદ્રનું ભ્રમણ અનેક પ્રકારના લાભ આપનાર, સૌદર્ય પ્રસાધનો, સ્ત્રીઓ માટેની શૃંગારની વસ્તુ, કપડા, અત્તર વિગેરેનાં ધંધામાં આવક વધારવામાં સરળતા રહે, સપ્તાહના અંતે ખર્ચ વધે.
બહેનો :- સખી સહેલીઓ અને સંતાનનાં કાર્યમાં વ્યસ્ત રખાવે.
મકર :- દશમાં સ્થાને ચંદ્ર કર્મ સ્થાનમાં રહેતા ધંધાકીય વર્ગ માટે ખુબ સારો રહે, નોકરીયાત વર્ગને પરિવર્તનના યોગો ઉભા થાય, સપ્તાહના મધ્યભાગમાં અગત્યના નિર્ણયો લેવામાં ખુબ વિચારવું પડે.
બહેનો :- ગૃહ ઉપયોગી કાર્ય અને ગૃહ ઉદ્યોગનાં ધંધામાં લાભ રહે.
કુંભ :- નવમા સ્થાનમાં ચંદ્ર ભાગ્યોદય માટેની ઉત્તમ તક લાવે, વર્ષોથી ધર્મ કાર્યની ઈચ્છા પૂરી થતી જણાય, ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાનો અવસર મળે, ધંધા રોજગારમાં પણ સારી પ્રગતી થતી જણાય.
બહેનો :- ભાઈ ભાંડું સાથે તીર્થયાત્રાનો, દેવદર્શનનો લાભ મળે.
મીન :- આઠમા સ્થાનમાં ચંદ્ર વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી બને, દરેક કાર્ય સમજી વિચારીને કરવું, વડીલોને સહાય કરવાનું થાય, આવક ખુબ સારી રહેતા નાણાકીય પ્રશ્નો ખુબ જ હળવા થતા લાગે.
બહેનો :- વાહન ચલાવવામાં એકાગ્રતા રાખવી, મૌન રહેવું.
વાસ્તુ :- હમેશા આવકનો દશમો કે વિસમો ભાગ ધર્મકાર્ય, સેવાકીય કાર્ય કે ઈશ્વર માટે કાઢવો જોઈએ.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426423386
Recent Comments