સારથી કોમ્પલક્ષ અમરેલી દ્વારા ૭૫ મું સ્વાતંત્ર્યપર્વ ઉજવી ને ધ્વજવંદન કારાયું
ઓમ ડેન્ટલ ક્લિનિક ના સંચાલક ડો. તુષાર બોરાણીયાના હસ્તે ઘ્વજંદન સંપન્ન
- ડો. હરેશ ગાંધી, વર્ષીલ સાવલિયા , હરેશ બાવીશી, એડવોકેટ જયકાંત સોજીત્રાની ઉપસ્થિતિ મા દેશભક્તિ ના નામ સાથે ૭૫ મું સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયું.
અમરેલી લીલીયા રોડ પર આવેલ સારથી કોમ્પલેક્ષ પરિવાર દ્વારા કોમ્પલેક્ષ ના પ્રમુખ વર્ષિલ સાવલિયા ના માર્ગદર્શન હેઠળ દેશના ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી નિમિતે ધ્વજવંદન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સારથી કોમ્પલક્ષ માં ઓમ ડેન્ટલ કેર હોસ્પિટલ ધરાવતા ડો. તુષાર બોરાણીયા ના અધ્યક્ષ સ્થાને તથા વરદ હસ્તે ધ્વજવંદન કરીને ઉપસ્થિત તમામને મોં મીઠા કરાવીને ૭૫ મું સ્વાતંત્ર્ય પર્વ ઉજવવામાં આવ્યું હતું. આ તકે મુખ્ય મહેમાન પદે શહેરના જાણીતા આઈ સ્પેસિયાલીસ્ટ , નિષ્ણાંત તબીબ ડો. હરીશ ગાંધી, કોમ્પલેક્ષના પ્રમુખ વર્ષીલ, ધારા શાસ્ત્રી ડો. જયકાંત સોજીત્રા, દાયનેમિક ગૃપ ના પ્રમુખ હરેશ બાવિશી, ગ ણેશ કોટેક્ષ ના સંચાલક પ્રશાંત બાંભરોલિયા , નિમેષભાઈ બાંભરોલિયા, શ્રી જોષી દાદા, મેહુલભાઈ વઘાસીયા , સાંગાણીભાઈ, ડો. અખિલેશ જાની, ભરતભાઈ તથા ચંદુભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, અત્રે ઉલ્લેખનીય છે કે વ્યાપારથી ધમધમતા કોઈ કોમ્પલક્ષમાં દુકાનો, પેઢી તથા ઓફિસો ધરાવતા યુનિયન દ્વારા ધ્વજવંદન થતું હોય તેવી શહેરની એકમાત્ર જગ્યા છે ત્યારે કોમ્પલક્ષ પરિવારાને સૌએ અભિ નંદન આપ્યા હતા.
Recent Comments