અમરેલી

દામનગર મોર્ડન ગ્રીન પ્રાથમિક શાળા દ્વારા ૭૫ માં રાષ્ટ્રીય પર્વ ની વર્ચ્યુઅલ ઉજવણી

  કોરોના કાળમાં શાળાઓમાં ઉજવણી પર રોક લાગી ગઈ છે પરંતુ આ ડિજિટલ યુગમાં દરેક વસ્તુનો એક બીજો વિકલ્પ જરૂર હાજર હોય છે. કોરોના મહામારી વચ્ચે ભલેને શાળામાં ઉજવણીના કાર્યક્રમો ન થતા હોય પરંતુ ઈન્ટરનેટના માધ્યમથી ઉજવણીઓ એ ડિજિટલ રૂપ લઈ લીધું છે.ત્યારે ૭૫ માં સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ દામનગર શહેરની શાળા નંબર -૧ ( ગ્રીન સ્કૂલ) ખાતે આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીની અમૃતધારા કાર્યક્રમનું વર્ચ્યુઅલ આયોજન કરવામાં આવ્યું. જેમાં બાળકો દ્વારા પોતાના ઘરે રહીને વર્ચ્યુઅલ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમની ખૂબ સરસ રજૂઆત કરવામાં આવી જેમાં ગાંધીજીનું જીવન ચરિત્ર, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, ચંદ્રશેખર આઝાદ જેવા ક્રાંતિકારીઓના જીવન ચરિત્રના એક પાત્રીય અભિનય ઉપરાંત દેશભક્તિ ગીતો અભિનય સાથે રજૂ કરવામાં આવ્યા.આ કાર્યક્રમમાં શાળાના ધોરણ ૧ થી ૮ના  બાળકો તથા તેમના વાલીઓ,  smc કમિટીના સભ્યો વર્ચ્યુઅલ જોડાયા હતા. શાળાના આચાર્ય શ્રી જીગ્નેશભાઈ વાઘેલા તથા સી.આર.સી શૈલેષભાઈ વિસાણી એ બાળકોની કૃતિઓ નિહાળી બાળકોમાં રાષ્ટ્ર પ્રેમ જાગે આઝાદીના મૂલ્ય સમજે તેવા ઉમદા વિચારો સાથે અભિનંદન પાઠવ્યા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકોએ ખૂબ મહેનત કરી બાળકોને વર્ચ્યુઅલ રીતે આઝાદી પર્વની શુભેચ્છાઓ પાઠવી.

Related Posts