fbpx
ગુજરાત

રાજ્યમાં નવા ૫ લાખ ગેસ કનેક્શન આપવાની મુખ્યમંત્રીની જાહેરાત

પોલીસને બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરાઈ, ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય

દેશમાં ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ આઝાદીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે અને દેશભક્તિના વિવિધ કાર્યક્રમો યોજાયા છે. ત્યારે જૂનાગઢ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું. ત્યારબાદ તેમણે ગુજરાતની જનતાને સંબોધિત કરી હતી. ગુજરાતીઓને અને દેશવાસીઓને રાષ્ટ્રીય પર્વની શુભકામનાઓ આપી હતી.
જૂનાગઢમાં બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય સચિવ અને અધિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સ્વાગત કર્યુ હતું. સવારે ૯ વાગ્યે મુખ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન વાયુદળના હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

જૂનાગઢથી ગુજરાતીઓને સંબોધતા સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે મા ભારતીની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા ક્રાંતિકારીઓ અને સ્વતંત્રતા સેનાનીઓને નમન. આવો સંકલ્પ લઇએ કે, સશક્ત, સમૃદ્ધ તથા આર્ત્મનિભર ભારતના નિર્માણ માટે પુરી નિષ્ઠા તથા લગનથી કાર્ય કરીશું.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, આજે જાહેરાત કરું છે કે આઝાદીના અમૃત મહોત્સવ નીમિત્તે ઉજ્જવલા યોજનાના બીજા તબક્કામાં ૫ લાખ ગેસ કનેક્શન ગરીબોને આપીશું. નગરપાલિકાના વિસ્તારમાં દૈનિક પાણી પુવરઠો આપવા નગરપાલિકા દીઠ ૧૫ કરોડ મંજૂર કરાય છે. રાજ્યની નગરપાલિકાઓ સુવ્યવસ્થિત કામ કરે તે માટે તેને પ્રોત્સાહિત કરવા સ્ટાર રેન્કિંગ સિસ્ટમ અપનાવવામાં આવશે. રાજ્યનો ખેડૂતો ખેતરમાં ગોડાઉન બનાવે તો તેમાં ૩૦ના બદલે ૫૦ હજાર રૂપિયા સબસિડી આપવામાં આવશે.

મુખ્યમંત્રીના હસ્તે રાજ્યના પોલીસ વિભાગમાં ૧૦ હજાર બોડી વોર્ન કેમેરા તથા ૧૫ ડ્રોન કેમેરા સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ કરનાર ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું. સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા તથા સોમનાથમાં બોડી વોર્ન કેમેરાથી સજ્જ પોલીસ જવાનોના લાઈવ દ્રશ્યોનું સીધું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ સાથે ડ્રોન કેમેરા સિસ્ટમનું પણ નિરીક્ષણ મુખ્યમંત્રીએ કર્યું હતું.

રૂપાણીએ કહ્યું વધુમાં હતું કે ગુજરાત પોતાના લક્ષ્યાંકો નક્કી કરી આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત આગળ વધી રહ્યું છે. છેલ્લા બે વર્ષથી કોરોના સામે ગુજરાત પણ લડત ચલાવી રહ્યું છે. સંપૂર્ણ લૉકડાઉન વગર કોરોના પર કાબૂ મેળવ્યો. ગુજરાતનો રિકવરી રેટ ૯૮.૫% છે. માસ્ક, પીપીઈ કીટ સહિતનું મેડિકલ સામગ્રીનું ઉત્પાદન કરી રહ્યું છે. કોરોનાની બીજી લહેરના અનુભવો આધારે ત્રીજી લહેરની તૈયારી કરી રહ્યા છીએ. ભગવાન કરે ને ત્રીજી લહેર ન આવે. વેક્સિનમાં ૪ કરોડ ડોઝ આપી ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. કોરોના વોરિયર્સનું ઋણ સ્વીકારીએ છીએ. તેમજ જે કોરોના વોરિયર્સે જીવ ગુમાવ્યા છે તેમના માટે સંવેદના વ્યક્ત કરુ છું.

Follow Me:

Related Posts