ગુજરાત

કોંગ્રેસ હતાશ અને ગભરાયેલી પાર્ટીઃ ચાવડાના નિવેદન પર પટેલનો પલટવાર

ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે અત્યારથી તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. જે અંતર્ગત આજથી ભાજપ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં “જન આશીર્વાદ યાત્રા”ની શરૂઆત કરી રહી છે. આ જન આશીર્વાદ યાત્રા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે, ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પલટવાર કર્યો છે.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ જન આશીર્વાદ યાત્રાની વિગતો આપતા જણાવ્યું કે, કેન્દ્રીય કેબિનેટમાં સામેલ થયેલા ગુજરાતના ૫ મંત્રીઓ જન આશીર્વાદ યાત્રા નીકાળી લોકો પાસે જશે. અમે લોકો સમક્ષ જઈને તેમના પ્રશ્નો અને માંગણીઓનું નિરાકરણ કરીએ છીએ. અમારી સરકારના ૫ વર્ષ પૂરા થવાની ઉજવણી પણ અમે લોકોની વચ્ચે જઈને કરી છે.

કોંગ્રેસ પર પલટવાર કરતાં નીતિન પટેલે જણાવ્યું કે, શ્રીનગરના લાલચોકમાં કોંગ્રેસના શાસનમાં કોઈ જઈ નહતું શકતું. કાલે ત્યાં પ્રથમ વખત ઉજવણી થઈ રહી છે. કોંગ્રેસ આમ પણ હતાશ અને ગભરાયેલી પાર્ટી છે. ભાજપના સારા કાર્યોમાં કોંગ્રેસ કાયમ વિધ્ન નાંખતી રહી છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વેકસીનનો બીજાે ડોઝ લીધો છે. પ્રથમ ડોઝ બાદ આજે નીતિન પટેલે બીજાે ડોઝ લીધો હતો. પ્રથમ ડોઝ ૫ માર્ચના રોજ લીધો હતો. રસી ન લેવા માગતા લોકોને નીતિન પટેલે ચેતવણી આપતા કહ્યું કે, જાે કોઈ વેક્સીન નહીં લે તો કડકાઈથી ર્નિણય લઇશું. કોઈ વેક્સીન ન લે તે યોગ્ય નથી. જાે કોરોના સામેની વેક્સીન નહીં લો તો દંડાશો. બધા લોકોએ વેક્સીન લેવાની જરૂર છે. વેક્સીન લેવાથી પોતાની અને અન્ય લોકોની સલામતી વધે છે.

Related Posts