શ્રાવણ મહિનો આવતાની સાથે જ જિલ્લા માં ઠેરઠેર જુગાર રમતા ઈસમો ઝડપાઇ રહયા છે, જાેકે મહેસાણાના સાંથલમાં પોલીસે એક જગ્યા પર રેડ મારી ને જુગાર રમી રહેલા ૯ જુગારીઓ ને ઝડપી લીધા છે જાેકે ૨ જુગારીઓ રેડ દરમિયાન ભગવામાં સફળ રહ્યા હતા તેમજ પોલીસે ૨ લાખ થી વધુ નો મુદ્દામાલ ઝપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
સાંથલ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ ના માણસો જુગાર સહિત ની પ્રવૃતિઓ અટકાવવા અને તેને શોધી પાડવા આદેશ કર્યા હતા જાેકે પોલીસ સ્થાન ના માણસો અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા એ દરમિયાન કટોસણ સુવાળા રોડ પર આવતા પોલીસ ને બાતમી મળી હતી કે કટોસણ માં રહેતો ઝાલા ભારતસિંહ ઉર્ફ પિન્ટુ લાલસિંહ નામનો ઈસમ સુંવાળા રોડ પર કોઠારિયું આંટામાં નરેન્દ્ર સિંહ ઉર્ફ બટુક સિંહ ના ખેતર માં જુગાર રમવા માટે મહેસાણા અને અમદાવાદ થી કેટલાક માણસો બોલાવી ખેતર માં જુગાર ધામ ચલાવતો હોવાની બાતમી મળતા પોલીસે રેડ મારી હતી.
રેડ દરમિયાન જુગરિયાઓ પોલીસ ને જાેઈ ભાગવા લાગતા પોલીસે અલગ અલગ દિશાઓ માં જઈને કુલ ૯ જેટલા જુગારીઓ ને ઝડપી લીધા હતા જાેકે રેડ દરમિયાન બાકી રહેલા બે જુગારી ભાગવામાં સફળ રહ્યા હતા જાેકે પોલીસે પણ બે જુગારી ને ઝડપવા તજવીજ હાથ ધરી છે.
જુગાર ધામ પર રેડ દરમિયાન પોલીસે ૫ મોબાઈલ જેની કિંમત, રૂ ૧૪ હજાર ૫૦૦, તેમજ ૫ સ્કૂટર,જેની કિંમત, ૧ લાખ ૨૦ હજાર અને ૧ લાખ ૪૩ હજાર ૭૯૦ ની રોકડ રકમ સહિત પોલીસે કુલ રૂ ૨ લાખ ૭૮ હજાર ૨૯૦ નો મુદ્દામાલ ઝપ્ત કર્યો હતો
Recent Comments