ગઢપુર રોડ પાસેથી ૬ લાખથી વધુનો જ્વલનશીલ પ્રવાહીનો જથ્થા સાથે ૬ ઝડપાયા
સુરતના સરથાણા ગઢપુર રોડ રજવાડી નામના પાર્કિંગમાંથી પોલીસે રૂપિયા ૬ લાખથી વધુના જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ૭ લાખની રોકડ સહિત ૧૭.૨૨ લાખનો મુદ્દામાલ સાથે ૬ને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં કોઈ પણ પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો પણ ન મળી આવતા ગંભીર બેદરકારી પણ બહાર આવી હોવાનું પોલોસ તપાસમાં જાણવા મળ્યું છે.
સરથાણા પોલીસે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવવા માટે મોટા પ્રમાણમાં જ્વલનશીલ પ્રવાહી કોઈ પણ જાતના સંલગ્ન વિભાગોની પૂર્વ મંજુરી કે, રજીસ્ટ્રેશન કરાવ્યા વગર રાખવામાં આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ કેસમાં ૬ જણા ને પકડવામાં આવ્યા છે. તપાસ ચાલી રહી છે. પુરવઠા ખાતાની મદદ પર લેવાય છે. ઝડપાયેલા તમામ રાજસ્થાન-રાજકોટના હોવાનું જાણવા મળ્યું છે.
પ્રવાહી કેમીકલ ભરેલ સફેદ કલરની ૫૦૦૦ લીટર વાળી પ્લાસ્ટીકની ટાંકીઓ નગર પૈકી એક ટાંકીમાં આશરે ૫૦૦ લીટર પ્રવાહી કેમીકલ તથા બીજા ટાંકીમાં આશરે ૭૦૦ લીટર પ્રવાહી કેમીકલ મળી કુલ પ્રવાહી કેમીકલ ૧૨૦૦ લીટર જે એક લીટરની કિંમત રૂપિયા ૭૨ લેખે કુલ કિં.રૂ ૧૨૦૦ ટ ૭૨ = ૮૬૪૦૦ સહિત ડિઝલ મીટર પમ્પ,પ્લાસ્ટીકની નાની મોટી સાઇઝની નળીઓ,પ્રવાહી ખેંચવાનો પમ્પ મોટર,પ્લાસ્ટીકની ૩૦૦૦ લીટર વાળી ટાંકીઓ સહિત કુલ ૧૭.૨૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
Recent Comments