મલાઇકા અરોરાએ પુત્રની તસ્વીર શેર કરી ભાવુક પોસ્ટ લખી
મલાઇકા અરોરાએ તેના પુત્ર અરહાન ખાન માટે ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ લખી છે. આ પોસ્ટમાં મલાઈકાએ અરહાનને તેના સપના પૂરા કરવા માટે કહ્યું છે. સાથે જ એક ફોટો પણ શેર કર્યો, જેમાં બંને બારી પાસે ઉભા છે અને બહાર જાેઈ રહ્યા છે.
મલાઈકાએ લખ્યું- હવે જ્યારે આપણે બંને એક નવી અને વણજાેઈ યાત્રા પર જઈ રહ્યા છીએ, જેમાં એક ગભરાટ, ભય, ઉત્તેજના, અંતર, નવા અનુભવો છેપ હું એટલું જ કહી શકું છું કે મને તારી પર ખૂબ જ ગર્વ છે અરહાન. આ તારી પાંખો ફેલાવવાનો સમય છે. ઉડ અને પોતાના સપનાને જીવી લે. હું તને અત્યારથી જ યાદ કરી રહી છું. મલાઈકાએ આ પોસ્ટમાં અરહાનની નવી સફર વિશે નથી જણાવ્યું, પરંતુ એવું માનવામાં આવે છે કે તે ઉચ્ચ અભ્યાસ માટે મુંબઈની બહાર ગયો છે. મલાઈકાની આ પોસ્ટ પર તેના પરિવાર અને મિત્રોએ પ્રેમ વ્યક્ત કર્યો છે.
૧૮ વર્ષનો અરહાન મલાઇકા અને અરબાઝનો પુત્ર છે. મલાઇકા અને અરબાઝે ૧૯૯૮માં લગ્ન કર્યા હતા. બંનેએ ૨૦૧૬માં અલગ થવાની જાહેરાત કરી અને ૨૦૧૭માં છૂટાછેડા લીધા. અરહાનની કસ્ટડી અરહાન પાસે છે. જાેકે, છૂટાછેડા બાદ પણ અરબાઝ અને મલાઈકા પુત્ર અરહાન સાથે સમય પસાર કરે છે.
Recent Comments