અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલમાં સ્વાતંત્ર્યપર્વની ઉજવણી
શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ, અમરેલી દ્વારા આઝાદીના 7પમાં સુવર્ણમહોત્સવ તથા દેશના 7પમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિતે જનરલ હોસ્પિટલ કેમ્પસમાં ઘ્વજવંદનનો કાર્યક્રમ રખાયો હતો. ઘ્વજવંદન અમરેલી નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઈ શેખવાના વરદ હસતે કરાયું હતું. 7પમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીમાં મુખ્ય મહેમાન પદે શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ, અમરેલી એમ.ડી. પીન્ટુભાઈ ધાનાણી, સુપ્રિટેન્ડન્ટ ડો. આર.એમ. જીતીયા, આસિ. સુપ્રિટેન્ડન્ટ ડો. શોભનાબેન મહેતા, સી.ડી.એમ.ઓ. ડો. હરેશ વાળા, ડો. સતાણી તથા શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, બ્લડ બેંક વિભાગ, રસોડા વિભાગ, લેબોરેટરી ટેકનિશ્યન્સ, સુપરવાઈઝર્સ, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, સિકયોરીટી વિભાગ વિગેરે સોશ્યલ ડિસ્ટન્સની ગાઈડ લાઈન મુજબ રાષ્ટ્રઘ્વજને સલામી આપી હતી.
Recent Comments