મંદીમાં મહિલાઓને આર્ત્મનિભર બનાવવા કૂકિંગ બ્યૂટી પાર્લર સહિતના ૧૦ કોર્સ ફ્રીમાં શીખવાડાશે
ડાયમંડ કેરિયર ફાઉન્ડેશને પ્રશિક્ષણ આપતી મહિલાઓની ટીમ બનાવી
કોરનાકાળમાં ટેક્સટાઈલમાં મંદીનો માહોલ છે ત્યારે વરાછામાં સાડી અને ડ્રેસમાં વેલ્યુ એડિશનનું કામ ખુબ જ ઓછું આવી રહ્યું હોવાથી મહિલાઓને અનેક મુશ્કેલી પડી રહી છે. આવી મહિલાઓને રોજગારી મળી રહે અને તેઓ ફરી આત્મ ર્નિભર બને તે માટે ડાયમંડ કરિયર ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ ક્ષેત્રો સાથે સંકળાયેલી મહિલાઓની ટીમ તૈયાર કરવામાં આવી છે.જે મહિલાઓ દ્વારા ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકારોના પરિવારની મહિલાઓ અને યુવતીઓને કોર્સ શિખવાડીને રોજગારી આપશે. જેમાં અલગ અલગ ૧૦ કોર્સ નક્કી કરવામાં આવ્યા છે. આ અંગે રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ ડાયમંડ કરિયર ફાઉન્ડેશનની ટીમ ઘરે જઈને સર્વે કરશે અને ત્યાર બાદ તેમને વિનામૂલ્યે કોર્સ કરાવવામાં આવશે.
ઈચ્છુક મહિલાઓ આ રીતે રજિસ્ટ્રેશન કરાવી શકશેઃ
જે પણ મહિલાઓ અથવા તો યુવતિઓ આ કોર્સ કરવા માંગે છે તેમણે ડાયમંડ કરિયર ફાઉન્ડેશનનો વોટ્સએપ નંબર ૯૯૦૪૨૩૫૧૩૦ પર નામ અને ઘરનું એડ્રેસ વોટ્સએપ કરવાનું રહેશે. ત્યાર બાદ ડાયમંડ કરિયર ફાઉન્ડેશનની ટીમ ઘરે આવીને સર્વે કર્યા બાદ જે-તે કોર્સમાં વિના મૂલ્યે રજીસ્ટ્રેશન કરીશે.
રત્નકલાકારોની મહિલાઓ પણ લાભ લઈ શકશેઃ
ડાયમંડ કરિયર ફાઉન્ડેશનના પ્રમુખ નિલેશ બોડકીએ કહ્યું- ‘હાલ કોરોનામાં અનેક પરિવારોની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે ત્યારે આવા પરિવારોને મહિલાઓ પણ મદદ કરી શકે તે માટે અલગ અલગ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકારોના પરિવારની મહિલાઓ પણ આ કોર્સનો લાભ લઈ શકશે.’
Recent Comments