fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લામાં ‘‘જન આશિર્વાદ યાત્રા”ની તડામાર તૈયારીઓ

કેન્‍દ્રની ભાજપ સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે સ્‍થાન મેળવનાર પરશોતમભાઈ રૂપાલા તથા કેન્‍દ્રનાં આરોગ્‍ય મંત્રી મનસુખભાઈ માંડવીયાની ભભજન આશિર્વાદ યાત્રાભભ અમરેલી જિલ્‍લામાં તા. ર0 અને ર1 ના રોજ પસાર થનાર હોવાથી સમગ્ર જિલ્‍લામાં ઉત્‍સાહ અને થનગનાટનો માહોલછવાઈ ગયો છે. સમગ્ર અમરેલી જિલ્‍લાનાં ભાજપનાં કાર્યકર્તાઓ અને આગેવાનો આ યાત્રાને સફળ બનાવવા જિલ્‍લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયાનાં નેતૃત્‍વમાં તનતોડ મહેનત કરી રહયા છે.

આઝાદ ભારતનાં ઈતિહાસમાં પ્રથમ વખત ગુજરાત અને સૌરાષ્‍ટ્રને વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ કેન્‍દ્ર સરકારમાં આટલી મોટી સંખ્‍યામાં પ્રતિનીધીત્‍વ આપ્‍યુ છે માટે આ કેન્‍દ્રીય મંત્રીઓ સામાન્‍ય પ્રજાજનો સાથે જોડાઈ અને તેમના આશિર્વાદ મળે તે માટે રાષ્‍ટ્રીય ભાજપ દ્વારા આ “જન આશિર્વાદ યાત્રા”નું આયોજન કરવામાં આવ્‍યું છે. અમરેલી જિલ્‍લાને ભારતીય જનતા પાર્ટીમાં  પ્રથમવાર કેન્‍દ્રમાં કેબિનેટ મંત્રી તરીકે સ્‍થાન મળ્‍યું છે.

આ યાત્રા દરમ્‍યાન માર્ગમાં આવતા તમામ ગામોમાં તેમનું  સ્‍વાગત અને સન્‍માન, વિવિધ ધાર્મિક સ્‍થળોનાં દર્શન, તાલુકા સ્‍થળ ઉપર સભા અને વિવિધ સમાજો તથા સંસ્‍થાઓ દ્વારા સન્‍માન, વેકસીનેશન કેમ્‍પ અને પ્રધાનમંત્રી અન્‍ન વિતરણ યોજના, પ્રતિમાઓને ફુલહાર, ડોકટરો સાથે બેઠક, વિવિધ સમાજો સાથે બેઠક, સંઘ અને જનસંઘનાં જુના કાર્યકર્તાઓ સાથે બેઠક જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે. આ યાત્રાનાં સ્‍વાગત માટે ગામેગામ તડામાર તૈયારીઓ થઈ રહી છે. મંત્રીઓ મંત્રી બન્‍યા પછી પ્રથમ વાર વતનમાં રાજયમાં આવતા હોય લોકોમાં પણ ખૂબ ઉત્‍સાહનો માહોલ છે. સમગ્ર યાત્રાનુંઆયોજન પ્રદેશ ભાજપનાં માર્ગદર્શન નીચે અમરેલી જિલ્‍લા ભાજપ દ્વારા કરવામાં આવી રહૃાું છે.

આ “જન આશિર્વાદ યાત્રા” દરમ્‍યાન સાંપ્રત પરિસ્‍થિતીને અનુલક્ષીને કોવિડ-19ની ગાઈડ લાઈન મુજબ સોશીયલ ડીસ્‍ટન્‍સ અને માસ્‍ક તેમજ સેનેટાઈઝર સાથે નિયમોનું પાલન કરવામાં આવે તેવું જિલ્‍લા ભાજપ દ્વારા આયોજન કરવામાં આવેલ છે.

તા. ર0મી ઓગષ્‍ટને શુક્રવારનાં રોજ કેન્‍દ્ર મંત્રી મનસુખભાઈ માંડવીયાની યાત્રા અંદાજીત બપોરે 1:30 કલાકે ધારી તાલુકાનાં માલસીકા ગામેથી પ્રવેશ થશે ત્‍યાં જિલ્‍લા ભાજપનાં નેતાઓ અને આગેવાનો તથા કાર્યકર્તાઓ દ્વારા યાત્રાનું ભવ્‍ય સ્‍વાગત કરશે. ત્‍યાર બાદ યાત્રા ક્રમશઃ  પ્રેમપરા, ધારી, ચલાલા, નેસડી, સાવરકુંડલા, ભુવા, જુના સાવર, ક્રાંકચ ખાતે તેમનાં સમય પ્રમાણે આગમન થશે. અને આયોજન પ્રમાણેનાં કાર્યક્રમો યોજાશે.

તા. ર1મી ઓગષ્‍ટ ને શનિવારનાં રોજ કેન્‍દ્ર મંત્રી પરશોતમભાઈ રૂપાલાની યાત્રા અંદાજીત સવારે 11:30 કલાકે બાબરા તાલુકાનાં કોટડાપીઠા ગામેથી પ્રવેશ થશે ત્‍યાં જિલ્‍લા ભાજપનાં નેતાઓ અને આગેવાનો તથા કાર્યકર્તાઓ દ્વારા યાત્રાનું ભવ્‍ય સ્‍વાગત કરશે. ત્‍યારબાદ યાત્રા ક્રમશઃ ઉંટવડ, ચરખા, બાબરા, ગળકોટડી, ચાવંડ, લાઠી, વરસડા, ઈશ્‍વરીયા, અમરેલી ખાતે તેમનાં સમય પ્રમાણે આગમન થશે અને આયોજન પ્રમાણેનાંકાર્યક્રમો યોજાશે. તેમ જિલ્‍લા ભાજપ મહામંત્રી ભુપેન્‍દ્રભાઈ બસીયા અને રાજેશ કાબરીયાની અખબાર યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/