જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા તા.ર૧ ના રોજ કેન્દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલાની અમરેલી જિલ્લામા ”જન આશિર્વાદ યાત્રા” માં યુવાનોને બહોળી સંખ્યામાં જોડાવા આહવાન.
કેન્દ્રની ભાજપ સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મેળવનાર અમરેલી જિલ્લાના પનોતા પુત્ર પરશોતમભાઈ રૂપાલાની ”જન આસિર્વાદ યાત્રા” અમરેલી જિલ્લામા તા.ર૧ને શનિવારનાં રોજ પસાર થનાર હોવાથી સમગ્ર જિલ્લામા ઉત્સાહ અને થનગનાટનો માહોલ છવાઈ ગયો છે. માન.પરશોતમભાઈ રૂપાલાજી કેન્દ્રીય કેબિનેટ મંત્રી બન્યા પછી પ્રથમ વાર વતનમાં આવતા હોવાથી લોકોમાં પણ ખૂબ ઉત્સાહનો માહોલ છે.
આ યાત્રા દરમ્યાન તેમનું સ્વાગત અને સન્માન કરવા જિલ્લા ભાજપ યુવા મોરચાનાં પ્રમુખ ચેતન શીયાળ , મહામંત્રી મૌલીક ઉપાધ્યાય અને જગદીશ નાકરાણી દ્રારા જિલ્લાના યુવાનોને બહોળી સંખ્યામાં માન. પરશોતમભાઈ રૂપાલાજી નાં ગામે સાંજે ૪:૦૦ કલાકે ઈશ્વરીયા થી યુવાનોને બહોળી સંખ્યમાં બાઈક રેલીમાં જોડાવા માટે આહવાન કરેલ છે.
તેમજ આ ”જન આશિર્વાદ યાત્રા” દરમ્યાન સાંપ્રત પરિસ્થિતીને અનુલક્ષીને કોવિડ – ૧૯ ની ગાઈડ લાઈન મુજબ સોશીયલ ડીસ્ટન્સ અને માસ્ક તેમજ સેનેટાઈઝર સાથે નિયમોનું પાલન કરવામાં આવે તેવું જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા આયોજન કરવામાં આવેલ છે.
Recent Comments