અમરેલીના ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિકના ટબ યોજનાનો લાભ લેવા ઓનલાઇન અરજી કરવી
રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ હેતુ ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટોકર(ટબ) ખરીદી માટે સહાય આપવાની યોજનામાં લાભ લેવા માટે www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તા. ૩૧/૦૮/૨૦૨૧ સુધી ઓનલાઇન અરજી માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે. જિલ્લાના તમામ ખેડુતોએ ઓનલાઇન અરજી કરીને, અરજીની પ્રિંટ લઇ તેમાં પોતાની સહી કરવાની રહેશે. અરજીની સાથે જરૂરી સાધનિક કાગળો જેમ કે ૮-અ ની નકલ, સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું સંમતિ પત્રક, અનુ જતિ/અનુજનજાતિનું પ્રમાણપત્ર ( લાગુ પડતું હોય તો ) અને દિવ્યાગ લાભાર્થી હોય તો દિવ્યાગ હોવા અંગેનું પ્રમાણપત્ર( લાગુ પડતું હોય તો) સાથે અરજીની નકલ ગ્રામસેવક વિસ્તરણ અધિકારી(ખેતી)/તાલુકા અમલીકરણ અધિકારી પહોચાડવાની રહેશે. વધુ જાણકારી મેળવવા નજીકના ગ્રામસેવક અથવા તાલુકા ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવો. અમરેલી જિલ્લાના વધુમાં વધુ ખેડુતો આ યોજનાનો લાભ લે તે માટે જિલ્લા ખેતીવાડી અધિકારીની અખબાર યાદીમા જણાવવામાં આવે છે.
Recent Comments