બદામ, કિસમિસ, અખરોટ સહિત સૂકા મેવાની આયાત બંધ થઈ ગઈ
બે મહિના પહેલા સુધી પ્રતિ કિલો રૂ. ૫૦૦થી ૬૦૦ના ભાવે વેચાતા બદામનો ભાવ હવે રૂ. ૧,૦૦૦ થઈ ગયો
અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજાને કારણે પંજાબમાં કરોડો રૂપિયાનો વેપાર અટકી પડયો છે અને દેશમાં સૂકા મેવા (ડ્રાય ફ્રૂટ)ના ભાવ વધી ગયા છે. પંજાબમાં અફઘાનિસ્તાનથી આવતા સૂકા મેવાનો ભાવ બમણો થઈ ગયો છે. જાેકે, આશા છે કે તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજાે કરવા છતાં વેપાર ચાલતો રહેશે. જાેકે, હાલમાં ખોરવાઈ ગયેલો વેપાર પાછો ટ્રેક પર ક્યારે આવશે તે અંગે વેપારીઓ ચિંતિત છે.
અફઘાનિસ્તાનમાંથી ભારતમાં સૂકા મેવાની આયાત થાય છે અને વાયા પંજાબ દેશના અન્ય ભાગોમાં સપ્લાય થાય છે. જાેકે, તાલિબાનો સાથેના સંઘર્ષને કારણે હાલ અફઘાનિસ્તાન સાથેનો વેપાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે અને સૂકા મેવાનો સપ્લાય થઈ શક્યો નથી.
અફઘાનિસ્તાનથી અટારી સરહદ મારફત સૂકા મેવાનો અંદાજે રૂ. ૨,૯૦૦ કરોડનો વેપાર થાય છે. અફઘાનિસ્તાનમાંથી સૂકા મેવામાં બદામ, અંજીર, અખરોટ, કાજૂ, પિસ્તા, દાડમ, મુલેઠી, સફરજન, દ્રાક્ષ, હીંગ, કેસર, કિસમિસ, તજ સહિત અનેક વસ્તુઓની આયાત થાય છે. ઓગસ્ટ મહિનામાં અફઘાનિસ્તાનમાં પાક તૈયાર થઈ જાય છે અને ભારતમાં તેની આયાત શરૂ થાય છે.
જાેકે, આ વખતે તાલિબાનોની અસરના કારણે કરોડો રૂપિયાનો વેપાર અટકી ગયો છે. હવે ભાગ્યે જ બેથી ત્રણ ટ્રક સરહદ પારથી આવી શકે છે. પહેલાં દૈનિક આઠથીસ દસ ટ્રક આવતી હતી. સૃથાનિક વેપારીઓ મુજબ અફઘાનિસ્તાનમાં સિૃથર સરકાર આવ્યા પછી જ વેપાર ફરી શરૂ થવાની સંભાવના છે.
હાલ સૂકા મેવાની આયાત અટકી ગઈ હોવાથી તેના ભાવ વધી ગયા છે. બે મહિના પહેલા સુધી પ્રતિ કિલો રૂ. ૫૦૦થી ૬૦૦ના ભાવે વેચાતા બદામનો ભાવ હવે રૂ. ૧,૦૦૦ થઈ ગયો છે. ભારતમાં તહેવારોની મોસમ શરૂ થઈ રહી છે ત્યારે સૂકા મેવાના ભાવ વધવાથી મુશ્કેલી વધશે.
Recent Comments