અમરેલી

દામનગરના આંસોદરમાં પૂરજોશમાં ચાલતી રસીકરણ કામગીરી

દેશના સૌથી મોટા રસીકરણ અભિયાન અંતર્ગત લાઠી તાલુકાના આંસોદર આરોગ્ય કેન્દ્ર ના ગામો માં  કોવિડ વેક્સિનેશન સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત કેમ્પ નું આયોજન કરવા માં આવેલ હતું. જેમાં ૧૮ વર્ષ થી વધુ વય ના લાભાર્થીઓ ને રસી નો પહેલો અને બીજો ડોઝ આપવા માં આવ્યો હતો. ડો. રોહિત ગોહિલ ના નેતૃત્વ માં ડો. હરિવદન પરમાર, અમૃત પટેલ, કૈલાસ કામળીયા, રંજન અમરેલિયા દ્વારા ટીમ બનાવી રિફ્યુઝલ લાભાર્થીઓ ની રૂબરૂ મુલાકાત કરી રજા ના દિવસો માં પણ રસીકરણ કામગીરી ચાલુ રાખવા માં આવી હતી. ઉપરાંત નાઈટ સેશન નું આયોજન કરી દિવસ દરમિયાન ખેતીકામ, વ્યવસાય, મજૂરી કે અન્ય કારણોસર બહાર જતા ગ્રામજનો ને પણ કોરોના થી રક્ષણ આપતી રસી મળી શકે તે માટે સાંજે રસીકરણ સત્ર નું આયોજન કરેલ હતું. ઉલ્લેખનીય છે કે, આંસોદર આરોગ્ય કેન્દ્ર ના તમામ ઉંમર ના લાભાર્થીઓ માં અડધા થી વધુ ને રસી નો ડોઝ મળી ચૂક્યો છે

Related Posts