પિપાવાવ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન એલસીબી ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે, મહુવા તરફથી એક અતુલ રીક્ષા ચાંચ તરફ આવતી હોય જેના રજી. નંબર જી.જે.-એકસ-410ર છે. તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે. તેવી ચોકકસ બાતમી મળતા પાંચ પીપર ચોકડી પાસે વોચ ગોઠવી, ભારતીય બનાવટનાં વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરીકરતાં આરોપી સુખદેવ દેવશીભાઈ શીયાળ, રહે. ચાંચવાળાને મુદામાલ સહિત ઝડપી લીધેલ.
આરોપી પાસેથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ નંગ-રર કિંમત રૂા. 6,600 તથા અતુલ રીક્ષા નં. જી.જે.-એકસ-410ર કિંમત રૂા. પ0 હજાર મળી કિંમત રૂા. પ6,600નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.


















Recent Comments