ગુજરાત

સ્ક્રેપ પોલીસી અંતર્ગત અનફિટ વાહનો અલંગમાં સ્ક્રેપમાં જશે

પોલિસી લોન્ચ થઈ એ જ દિવસે ૬ કંપનીએ રાજ્ય સરકાર સાથે એમઓયુ કરતા, તેમાં ૩ લાખ વાહનને સ્ક્રેપ કરવાની ક્ષમતા ઊભી થશે. હાલના અંદાજ મુજબ રાજ્યમાં ૪.૩૦ લાખ વાહનો અનફિટ કે રજિસ્ટ્રેશન વિનાનાં છે. ૧૫ વર્ષ જૂની કાર જેવા ખાનગી વાહનો અને ૮ વર્ષ જૂના ભારે તથા માલવાહક વાહનોનાં ફિટનેસ ટેસ્ટ બાદ ૧૦ લાખથી વધુ વાહનોને સ્ક્રેપમાં મોકલાય તેવો અંદાજ છે. કેન્દ્ર સરકારની વ્હિકલ સ્ક્રેપ પોલિસીના લોન્ચિંગ બાદ હવે રાજ્ય સરકારે અનફિટ વાહનોને સ્ક્રેપમાં મોકલવાનું આયોજન કર્યું છે. અલંગથી ૩૦૦થી ૩૫૦ કિમીની રેન્જમાં આવેલા અમદાવાદ સહિત સાત શહેરોનાં અનફિટ વાહનો અલંગ ખાતેના સ્ક્રેપ યાર્ડમાં મોકલાશે. ઉપરાંત રાજ્યનાં તમામ અનફિટ વાહનોના સ્ક્રેપિંગ માટે અલંગ ઉપરાંત ૪થી ૬ નાના અને મધ્યમ સ્ક્રેપિંગ સેન્ટર ઊભાં કરવાનું આયોજન થઈ રહ્યું છે.

વાહનોના ફિટનેસ માટે રાજ્યભરમાં ૩૦ ઓટોમેટેડ ટેસ્ટિંગ સેન્ટરો ઊભાં કરવાનું આયોજન છે, જેમાં ૨૫ જેટલા સેન્ટરો ૧થી ૨ લેનના અને ૪થી ૫ સેન્ટરો ૩થી ૪ લેનના રહેશે. અમદાવાદ, સુરત અને ભુજ ખાતે ૩થી ૪ લેનના સેન્ટર પણ ઊભાં કરવામાં આવશે. રાજ્યમાં ૧૫ વર્ષ જુના હોય તેવા વાહનોની સંખ્યા ૩૪ લાખની હોવાનું આરટીઓએ તૈયાર કરેલા ડેટા પરથી જાણવા મળ્યું છે. કેન્દ્ર સરકારે જુના વાહનોને સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી તે પછી કાઢવામાં આવેલા ડેટાને આધારે આ વિગતો આપવામાં આવી છે. આ તમામ વાહનોને સ્ક્રેપમાં નાખી દેવાની ફરજ પડશે. રાજ્ય સરકારના પણ અંદાજે ૧૩ હજાર વાહનો ૧૫ વર્ષથી જુના હોવાથી તેને ભંગારમાં કાઢી નાંખવાની નોબત આવશે. કેન્દ્ર સરકારની જાહેરાત બાદ ગુજરાતની આરટીઓએ ડેટા એકત્ર કરવાની કામગીરી કરી હતી. જેના આંકડા અનુસાર ૨૧ લાખ થ્રી વ્હિલર અને ફોર વ્હિલર સ્ક્રેપમાં નાંખી દેવાને પાત્ર છે. તો ટ્રક, ટ્રેઈલર, મળીને ગુજરાતમાં ભંગારમાં નાંખી દેવા પડે તેવા અંદાજે ૩૫ લાખ વાહનો હોવાનો નિર્દેશ મળી રહ્યો છે. એક ઓક્ટોબર ૨૦૨૧થી આ નવી સ્ક્રેપ પોલિસીનો અમલ કરવાની જાહેરાત કરાઈ છે. તેમાં ૧૫ વર્ષથી જુના કોમર્શિયલ વ્હિકલ અને ૨૦ વર્ષથી જુના પેસેંજર વ્હિકલને સ્ક્રેપ કરી દેવાનો ર્નિણય જાહેર કરવામાં આવ્યો છે. આ સિવાય ફિટનેસ ટેસ્ટમાં નાપાસ થનારા વાહનોને પણ સ્ક્રેપ કરવાની ફરજ પાડવામાં આવશે.

Follow Me:

Related Posts