ભારત સરકારના ફિશરીઝ, પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઇ રૂપાલાની અધ્યક્ષતામાં સાંસદ આદર્શ ગ્રામ યોજના અને સંસદસભ્યશ્રી (રાજયસભા) ની ગ્રાંટમાંથી વર્ષ ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ ના કામોની સમીક્ષા બેઠક અમરેલી કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.
આ બેઠકમાં સાંસદશ્રી દ્વારા સુચવેલ વર્ષ ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ ના તમામ કામોનું મંત્રીશ્રી દ્વારા રીવ્યુ કરવામાં આવ્યું. તેમજ મંત્રીશ્રી દ્વારા સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત પસંદ કરવામાં આવેલા ૭ ગામો પર ખાસ ધ્યાન આપી અલગથી કામ વાઇઝ સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, જિલ્લા આયોજન અધિકારીશ્રી તથા તમામ પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ જિલ્લાના તમામ સબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં
Recent Comments