ગુજરાત

ગોઢથી હાથીદ્રા જતા માર્ગ પર રીંછે યુવક પર હુમલો કરતા યુવક ઈજાગ્રસ્ત

કુંપર (ભાટવડી) ગામે વ્યવસાય અર્થે રહેતા મુળ વડગામ તાલુકાના મુમનવાસ ગામના વિજયભાઇ પરસોત્તમભાઇ નાયી (ઉ.વ. ૪૦) શનિવારે રાત્રે ગોઢથી હાથીદ્રાના રસ્તે પસાર થઇ રહ્યા હતા. ત્યારે જંગલમાંથી અચાનક આવી ચઢેલા રીંછે તેમની ઉપર હુમલો કરી દીધો હતો. હુમલાથી ગભરાઇ ગયેલા વિજયભાઇએ બુમાબુમ કરતાં આજુબાજુના ખેતરોમાં રહેતા લોકો ઘટનાસ્થળે દોડી આવતાં રીંછ જંગલ વિસ્તારમાં નાસી ગયું હતુ. દરમિયાન ફોન કરતાં વીરમપુર લોકેશનની ૧૦૮ના પાયલટ ભવાનજી ઠાકોર અને ઇએમટી રાહુલભાઇ ચૌહાણે વાનમાં જ તાત્કાલીક સારવાર આપી વિજયભાઇને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. પાલનપુર તાલુકાના ગોઢથી હાથીદ્રા જતાં માર્ગ ઉપર શનિવારે રાત્રે એકલા પસાર થઇ રહેલા યુવક ઉપર રીંછે હુમલો કરી તેનો હાથ કરડી ખાધો હતો. જેને ૧૦૮ દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts