બાપોદ પોલીસે જુગારધામ પર રેડ પાડી બાપોદ પોલીસ સ્ટેશનની પાછળ આવેલી જય જલારામ સોસાયટીમાં રહેતા સંજયભાઈ રમણીકભાઈ વાઢેર પોતાના મકાનમાં બહારથી લોકોને ભેગા કરી જુગાર રમાડી રહ્યો છે. જે માહિતીના આધારે પોલીસે દરોડો પાડી સંજયભાઈ વાઢેર, નટવરભાઈ પરમાર, સંજયભાઈ જેઠવા, આકાશ પંડિત, હિરેન નંદલાલ ચૌહાણ, હસમુખ વાઢેર, હિરેન ભરતભાઈ ચૌહાણ(તમામ રહે, વાઘોડિયા રોડ, વડોદરા) તથા દિલીપભાઈ ચાવડા (રહે, આજવા રોડ )અને રાજેશભાઈ નાગર (રહે, માંજલપુર)ની અટકાયત કરી હતી. દરોડા દરમિયાન પોલીસે અંગજડતીના ૧૯,૫૦૦ જમીનદાવ ઉપરના ૧૨,૪૦૦, રૂપિયા ૩૮ હજારની કિંમતના ૯ નંગ મોબાઇલ ફોન તથા ૪ ટુ-વ્હીલર વાહનો મળી કુલ ૮૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વડોદરા શહેર-જિલ્લામાં શ્રાવણ માસનો પ્રારંભ થતાંની સાથે જ લોકો શ્રાવણીયો જુગાર રમી રહ્યા છે. વડોદરા શહેર-જિલ્લા પોલીસે પોતાના હદમાં રમાઇ રમાતા જુગાર ઉપર દરોડા પાડી ૨૫ જેટલા જુગારીયાને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જુગારના દાવ ઉપર મૂકવામાં આવેલી રોકડ રકમ સહિત રૂપિયા ૧.૨૫ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. શ્રાવણીયા જુગાર ઉપર પોલીસે સપાટો બોલાવતા જુગારીયાઓમાં ગભરાટ ફેલાઇ ગયો છે. પ્રતાપનગરમાંથી જુગારીયા ઝડપાયા વાડી પોલીસે માહિતીના આધારે પ્રતાપનગર વણકરવાસમાં ખુલ્લામાં રમાતા જુગાર ઉપર દરોડો પાડી રાજુ ભયજી વસાવા(રહે, તડવીવાસ, પ્રતાપનગર), સુરેશ વસાવા (રહે, વણકરવાસ, પ્રતાપનગર), આકાશ તડવી (રહે, તડવીવાસ, પ્રતાપનગર), ગુણવંત મકવાણા (રહે, વણકરવાસ, પ્રતાપનગર)ને ઝડપી પાડ્યા હતા. તે સાથે પોલીસે જુગારના દાવ ઉપર મૂકવામાં આવેલી રોકડ રકમ સહિત રૂપિયા ૧૩,૯૫૦નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી
.
વડોદરા જિલ્લાના વરણામા પોલીસે વડદલા ગામમાં જુગાર રમાતો હોવાની માહિતી મળતા દરોડો પાડી મહેશ રાઠોડીયા, કલ્પેશ રાઠોડીયા, દિનેશ રાઠોડીયા અને સંજય રાઠોડીયાને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારના દાવર પરથી રૂપિયા ૭૨૧૦ રોકડ મળી કુલ્લે રૂપિયા ૧૦,૨૧૦ મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત વરણામા પોલીસે ઇંટોલા ગામમાં જાહેરમાં જુગાર રમતા હિંમત વસાવા, સુખદેવ વસાવા, કમલેશ રાવળ, સંજય વસાવા અને બ્રિજેશ વસાવાના જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારના દાવ ઉપરની રકમ સહિત રૂપિયા ૧૦,૬૬૦ રોકડ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. વાઘોડિયામાં જાહેરમાં જુગાર રમતા ૩ ઝડપાયા આ ઉપરાંત જિલ્લા પોલીસ તંત્રના વાઘોડિયા પોલીસે વાઘોડિયામાં જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારીયાઓ સચીન સોલંકી, મેહુલ ઉર્ફ ગલો કાંતિ સોલંકી અને અર્જુન ઉર્ફ જીનો રાઠોડીયાને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારના દાવ તેમજ અંગજડતી કરી રૂપિયા ૧૧,૨૨૦ રોકડ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. પાણીગેટ રાણાવાસમાં જુગારધામ ઝડપાયું આ ઉપરાંત વાડી પોલીસે પાણીગેટ રાણાવાસમાં દરોડો પાડી શ્રવણ રાજપૂત, મનોજ રાણા, રાજેન્દ્ર રાણા, યતીન રાણા અને ધ્રુમીલ રાણઆને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે આ બનાવમાં જુગારના દાવ ઉપરની રકમ સહિત રૂપિયા ૧૧,૩૬૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે રાવપુરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વિશ્વામિત્રી બ્રિજ પાસે જાહેરમાં જુગાર રમતા નાનજી માળી અને રાહુલને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને આરોપીની ધરપકડ સાથે રૂપિયા ૧૩૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વડોદરામાં શ્રાવણીયો જુગાર રમતા ઈસમો પર પોલીસની લાલ આંખ

Recent Comments