fbpx
અમરેલી

અમરેલી આરટીઓ કચેરીનાં પટાંગણમાંથી લકઝરી બસ ગાયબ !

અમરેલીમાં ભારે વિવાદાસ્‍પદ બનેલ આરટીઓ કચેરીમાંથી જુનુ રેકર્ડ ગાયબ થયા બાદ હવે પટાંગણમાં ડીટેઈન કરેલ લકઝરી બસ ગાયબ થયાનો આક્ષેપ બસ માલિકે કરતાં ભારે ચકચાર મચી ગઈ છે

ગાયબ થયેલ લકઝરી બસનાં ચાલક શૈલેષભાઈ સરધારા રે. સુરતે પોલીસ વિભાગને આપેલ અરજીમાં જણાવેલ છે કે, આજથી આશરે બે વર્ષ પહેલા જી.જે.-14 ડબલ્‍યુ 0499 વિગતવાળી લકઝરી બસ આરટીઓ ઓફિસનાં અધિકારીઓએ પકડી લઈ અને તેઓની કચેરીનાં દરવાજાની અંદર ગ્રાઉન્‍ડમાં પાર્ક કરી અને કબ્‍જે કરેલ. ત્‍યારબાદ અમો આરટીઓ ઓફિસમાં બસની વિગત માટે પુછવા આવેલ તો આરટીઓ અધિકારીઓએ ટેક્ષની રકમ બાકી હોવાનાં કારણોસર આ બસપકડી અને આરટીઓ અધિકારીએ કબ્‍જે કરેલ છે તેવું અમોને જણાવેલ હતું. તે દરમ્‍યાન અમોના ધંધા/ બીઝનેસમાં મંદી હોય જેથી તાત્‍કાલીક ધોરણે બસ છોડાવી શકેલ નહી અને ત્‍યારબાદ આરટીઓનાં અધિકારીઓ ઘ્‍વારા સદર ગાડીનાં દર માસે રૂા. ર00 ભરવાનું જણાવેલ. જે કેટલાંક મહિનાઓનાં રૂા. ર00 લેખે અમોએ જમા કરાવેલ છે અને અમોએ આરટીનાં એક એજન્‍ટને બસ છોડાવવાનું જણાવતા તેણે અમારી પાસેથી આરટીઓમાં ભરવાના બહાને રૂા. ર લાખ લીધેલ અને ત્‍યારબાદ ટેક્ષના કેટલાક રૂપિયા પણ જમા કરાવેલ છે. ત્‍યારબાદ તાજેતરમાં ટેક્ષની થોડીઘણી રકમ બાકી રહેલ તે રકમ ભરવા માટે પુછવા માટે અમો આરટીઓની ઓફિસમાં ગયેલ તો અમોની બસ આરટીઓ ઓફિસમાં જે જગ્‍યાએ રાખવામાં આવેલ હતી ત્‍યાંથી ગુમ થયેલ હોય. જેથી અમોએ આરટીઓ ઓફિસના દરવાજા બહાર પણ તપાસ કરેલ પરંતુ આજુબાજુમાં કોઈ જગ્‍યાએ બસ જોવામાં આવેલ નહી અને એજન્‍ટને મારા રૂપિયા બાબતે પુછતા તેણે અમાર રૂા. ર લાખ કોને જમા કરાવેલ છે તે બાબ જણાવતા નથી. ત્‍યારબાદ આ બાબતે અમોએ આરટીઓ ઓફિસનાં કેટલાક કર્મચારી/અધિકારીઓને આ બાબતે પુછપરછ કરતા આરટીઓનાં કોઈ અધિકારીઓ અમોને બસ વિષે કોઈ માહિતી આપેલ નથી અને અમારી બસ આરટીઓનાં અધિકારીઓએ/ કર્મચારીઓએ કયાગુમ કરેલ છે તેની કોઈ માહિતી આપેલ નહી. જેથી અમોને જાણવા મળેલ કે આ એજન્‍ટનાં એક સબંધી આરટીઓ અધિકારી તરીકે ઓફિસમાં મુકાયેલ અને તેની સાથે મિલાપીપણું કરી, લાગવગ કરી, આરટીઓનાં અધિકારીઓ તથા કેટલાક એજન્‍ટો અને લાગતાવળગતા મળતીયાઓએ મિલાપુપણું કરી, કાવતરૂ કરી અને અમારી બસ મફતમાં ઓળવી લેવાનાં ઈરાદાથી અમારી સાથે છેતરપીંડી, વિશ્‍વાસઘાત તથા ઠગાઈ કરી અમોને અંધારામાં રાખી કેટલાંક બોગસ દસ્‍તાવેજો ઉભા કરી તેમાં કેટલીક ખોટી સહીઓ કરી, નાણા સ્‍વીકારવાનાં અધિકાર પત્રો ઉપર સહી કરી, અમારી બસ ગેરકાયદેસર રીતે આરટીઓ દરવાજા બહાર કાઢી લઈ ગુમ કરી દીધેલ છે અને સદર બસ બળજબરીથી અમારી પાસેથી મફતમાં પડાવી લેવાનાં બદઈરાદાથી અમોને કોઈ સાચો જવાબ આપતા નથી. ઉપરાંત અમોએ આરટીઓને અમારા વકીલ મારફતે જે નોટીસ આપેલ છે તે નોટીસનો પણ કોઈ જવાબ આપતા નથી.

વધુમાં જણાવેલ છે કે, આરટીઓ ઓફિસ તરફથી અમોને જે તપાસણીનો રીપોર્ટ મેમો નં. રર7ર814નો આપવામાં આવેલ છે તે અમો પાસે છે. તેમજ સદર બસ અમોની માલીકી હકકે તેમજ કબ્‍જા ભોગવટાવાળી આવેલ છે અને આ બસ આરટીઓ ઓફિસના/આરટીઓ અધિકારીનાં હવાલે કરેલ હતી. જે આરટીઓમાં કે આજુબાજુ કોઈ જગ્‍યાએ જોવામાં આવતી નથીઅને ભેદી સંજોગોમાં ગુમ થયેલ છે.

વધુમાં જણાવેલ છે કે, અમરેલી જિલ્‍લાનાં આરટીઓ કચેરીનાં અધિકારીઓ તથા કેટલાંક એજન્‍ટો અને તેના મળતીયાઓએ મિલાપીપણું કરી, મારી સાથે છેતરપીંડી તથા વિશ્‍વાસઘાત તથા ઠગાઈ કરી, કાવતરૂ કરી, બોગસ કાગળો ઉભા કરી, બોગસ દસ્‍તાવેજો ઉભા કરી, નાણા સ્‍વીકારવાના અધિકાર પત્રો પર બોગસ સહીઓ કરી, આરટીઓ કાયદા અન્‍વયે પણ ગંભીર પ્રકારનાં ગુન્‍હાનો કરી, મારી લકઝરી બસ આરટીઓ ઓફિસમાંથી ગુમ કરેલ હોય અને આ બસ હાલ પણ મારા નામેજ હોય. જેથી તેઓ આ બસનો કોઈ ગુન્‍હાનાં કામમાં દુરૂઉપયોગ કરે તેમજ અકસ્‍માત જેવા બનાવો બને તેવી શકયતા હોય. આમ ઉપરોકત તમામ આરોપીઓએ આચરેલ ગુન્‍હા સબબ તેઓ તમામની સામે આઈપીસી કલમ, આરટીઓનાં કાયદાઓ વિગેરે મુજબ ગુન્‍હો દાખલ કરી તમામની સામે ધોરણસરનાં પગલા લેવા અંતમાં માંગ કરેલ છે.

Follow Me:

Related Posts