રાષ્ટ્રીય શાયર અને ગુજરાતના પ્રસિધ્ધ લોકસાહિત્કાર શ્રી ઝવેરયંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે ‘‘કસુંબીનો રંગ’’ ઉત્સવની ઉજવણીનું અમરેલી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી અને અન્ન નાગરિક પુરવઠા વિભાગના રાજયકક્ષાના મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાશે.
અમરેલી દિલીપભાઈ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે આજે તા.૨૮-૦૮-૨૦૨૧ના શનિવારે ૧૦-૦૦ વાગ્યે આયોજિત આ કાર્યક્રમમાં ઝવેરચંદ મેઘાણીના જીવન કવન પર આાધારિત કલાકારો દ્વારા પ્રસ્તુતિ પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કોવીડ-૧૯ની સરકારશ્રીની ગાઇડલાઇન અનુસાર અમરેલીના નગરજનોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે.
Recent Comments