અમરેલી ભાજપના આ દિગ્ગજ નેતા AAPનું ઝાડું પકડયું, જિલ્લા પંચાયતના હતા પૂર્વ પ્રમુખ
રાજ્યમાં તહેવારના માહોલની વચ્ચે પણ રાજકીય પારો ગરમાયો છે. ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly Election) ચૂંટણીને દોઢ વર્ષની ભલે વાર હોય પરંતુ રાજકીય સોગઠાબાજી અત્યારથી શરૂ થઈ ગઈ છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના (BJP) અમરેલીના (Amreli) દિગ્ગજ નેતા અને જિલ્લા અને જિલ્લા પંચાયતના (Jilla Panchayat Ex President) પૂર્વ પ્રમુખ શરદ લાખાણી (sharad Lakhani) પાર્ટીનો હાથ છોડી અને આપનું (AAP) ઝાડું પકડયુ છે. આજે બપોરે સર્કિટ હાઉસમાં તેઓ ઉદ્યોગપતિ અને આપ નેતા મહેશ સવાણીની (Mahesh Savani) હાજરીમાં આપનું ઝાડું પકડયુ. મહેશ સવાણી થોડા સમય પહેલાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાની હાજરીમાં આપમાં જોડાયા હતા ત્યારબાદ તેઓ રાજકીય મોરચે સક્રિય થયા છે. અમરેલી જિલ્લા પંચાયતના આ નેતા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાથી લઈને અનેક મોટા નેતાઓ સાથે કામ કરી ચુક્યા છે અને અમરેલી ભાજપના પાયાના પત્થર ગણાતા હતા.
જોકે, છેલ્લા કેટલાક સમયથી લાખાણી નારાજ હોય તેવું જણાતું હતું. જિલ્લાના ટોચના નેતાઓ સાથેની નારાજગી હોય કે પછી અન્ય બાબત તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ નારાજગી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. આખરે તેમણે પોતાના પાર્ટીને છોડવાનું નક્કી કર્યુ છે
Recent Comments