ભાવનગર

ભાવનગર શિશુવિહારમાં ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભાની ૨૧૪૦ મી બેઠક યોજાઈ

ભાવનગર શિશુવિહાર માં ૧૯૮૦  થી અવિરત ચાલતી શિશુવિહાર  બુધસભા ની તા.૧/૯/૨૧ ના રોજ ૨૧૪૦ મી બેઠક યોજાઈ..ડો. પથિક ભાઈ પરમાર ની વિશેષ ઉપસ્થિતિ અને સંચાલન માં કાવ્ય આસ્વાદ અંતર્ગત  કવયિત્રી જયશ્રી બા ગોહિલ દ્વારા  કવિશ્રી ‘અનિલ ચાવડા ‘ ના કાવ્ય નો આસ્વાદ થયો.બુધસભા ના વરિષ્ઠ દિવંગત કવિશ્રી પરાજિતભાઈ ડાભી ને તેમના અતરણ દિવસ અને પુણ્ય તિથિ એ તેમની રચના દ્વારા  કાવ્યાંજલિ અર્પી  ‘શબ્દદેહે’ જીવંત કવિ ને  અંજલિ આપી હતી. સૌ કવિ દ્વારા તેમની  રચના ઓનુ પઠન થયું. સૌ ની  રચનાઓ વિશેષ રહી..સૌ કવિ મિત્રો, ભાવકો એ  કાવ્ય  પાઠ પ્રસ્તુતિ નો રસાસ્વાદ,કાવ્ય  આસ્વાદ  માણ્યો… બુધસભા એ વિરામ લીધો હતો 

Related Posts