fbpx
ગુજરાત

ગાંધીનગર શહેરમાં રમકડા વેચતી યુવતિને લગ્નની લાલચ આપી શારીરિક અડપલા કર્યાની ફરિયાદ

ગાંધીનગર શહેરના સેક્ટર ૨૧મા રહેતી યુવતિને ‘હુ તને બહુ પ્રેમ કરૂ છુ, તારી સાથે લગ્ન કરવા માગુ છુ’ કહી યુવકે જન્માષ્ટમીના દિવસે સાથે ફેરવી હતી. જ્યારે મોડી રાત થતા તેના ઘરે લઇ ગયો હતો. જ્યાં મોડી રાત્રે તેના ઘરે યુવતિને શારીરિક અડપલા કર્યા હતા. બીજા દિવસે પથિકાશ્રમ ખાતે બેસાડીને ઘરે જઇને આવુ છુ કહી તેના પરિવારજનોને સાથે લાવ્યો હતો. આ બનાવની ફરિયાદ સેક્ટર ૨૧ પોલીસ મથકમા નોંધાવતા યુવક સામે કાર્યવાહી હાથ ધરી હતી.મુજબ સેક્ટર ૨૧ પાસેના છાપરામા રહેતી એક યુવતિએ સેક્ટર ૨૧ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી કે, છેલ્લા ૩ મહિનાથી એક છોકરો તેની આગળ પાછળ ફરતો હતો. રસ્તામા મળતા ઇશારા પણ કરતો હતો. જ્યારે એક દિવસ રૂબરૂમા મળીને કહ્યુ હતુ કે, હુ તને બહુ જ પ્રેમ કરૂ છુ, અને તને મોબાઇલ લઇ આપીશ. ત્યારબાદ રસ્તામા મળતા હતા અને વાતચીત કરતા હતા.

જ્યારે યુવકે યુવતિને મોબાઇલ પણ લઇ આપ્યો હતો. જ્યાર જન્માષ્ટમીના દિવસે યુવતિ તેના ઘરે આશરે બપોરના બે વાગ્યાના અરસામા ઘરે જઇ રહી હતી. ત્યારે રસ્તામા યુવક મળી ગયો હતો અને બગીચામા ફરવા જવાનુ કહીને યુવતિને લઇ ગયો હતો. હુ તને બહુ પ્રેમ કરૂ છુ, તારા વિના રહી શકુ તેમ નથી કહેતા ઘ૪ બગીચામા લઇ ગયો હતો. મોડી સાંજ સુધી બંને જણા બગીચામા ફરતા હતા. સમય પસાર થતો હતો ને યુવકે આજે તો કાનુડાનો જન્મ છે, જાગરણ કરવુ પડે, તેમ કહીને નજીકમા મટકી ફોડ કાર્યક્રમમા લઇ ગયો હતો. જ્યારે રાત વિતતી જતી હતી. બાદમા આ યુવક યુવતિને સેક્ટર ૨૮મા આવેલા ઘરે લઇ ગયો હતો.જ્યા રાત્રિ દરમિયાન યુવકે યુવતિનો લાભ લેવાનો પ્રયાસ કર્યો હતો, યુવતિ આરામ કરતી હતી ત્યારે તેને બાથમા લેવાનો પ્રયાસ કર્યો હતો. આ યુવતિ એકા એક આરામમાથી જાગી ગઇ હતી. જ્યારે વહેલી સવારે યુવક યુવતિને પથિકાશ્રમ લઇ ગયો હતો અને કહ્યુ કે, હુ તારી સાથે લગ્ન કરવા માગુ છુ, આપડે ભાગઇ જઇએ. કહીને યુવતિને બેસાડી ઘરે રૂપિયા લેવા ગયો હતો, જ્યારે ઘરેથી રૂપિયાની જગ્યાએ યુવક તેના પરિવારજનોને લઇને આવતા યુવતિએ યુવક સામે સેક્ટર ૨૧ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/