શિક્ષકોને ગરૂડા એપથી કામ કરવાનું કહેતા આદેશથી શિક્ષકોમાં રોષ
બીએલઓની ઓનલાઇન કામગીરીમાં પ્રાથમિક શિક્ષકો રોકાઇ રહેવાથી તેની સીધી અસર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવતું શેરી શિક્ષણ અને ઓફલાઇન શિક્ષણ ઉપર પડશે તેમ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી સતીષ પટેલે જણાવ્યું છે.અગાઉ પ્રાથમિક શિક્ષકોની પાસે કરાવવામાં આવતી બીએલઓની કામગીરી ઓફલાઇન કરવામાં આવતી હતી. તેમાં માત્ર શિક્ષકોને માત્ર એક જ ફોર્મ ભરવાનું હતું. ફોર્મ ભરીને જિલ્લા અને તાલુકાકક્ષાની ચુંટણી અધિકારીની કચેરી ખાતે જમા કરાવવાના હતા. આથી બીએલઓની અગાઉની કામગીરી મુજબ જ કામગીરી કરાવવાની માંગણી શિક્ષકોમાં ઉઠી છે. આથી બીએલઓની કામગીરી માટે ગરૂડા એપ ફરજિયાત ડાઉનલોડ નહી કરાવવાની માંગણી સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીને લેખિત રજુઆત કરી છે. પ્રાથમિક શિક્ષકોને બીએલઓની કામગીરી ગરૂડા એપના માધ્યમથી ઓનલાઇન કરવાના આદેશથી શિક્ષકોમાં રોષ ઉઠવા પામ્યો છે. શિક્ષકોના મોબાઇલમાં એપને ડાઉનલોડ કરીને ઓનલાઇન કામગીર કરવાથી વિદ્યાર્થીઓના શેરી શિક્ષણ તથા ઓફલાઇન શિક્ષણ ઉપર તેની અસર થશે. આથી અગાઉની જેમ મેન્યુઅલ કામગીરી કરાય તેવી માંગણી સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે મુખ્ય ચુંટણી અધિકારીને રજુઆત કરી છે.રાજ્યના ચુંટણી પંચ દ્વારા બીએલઓની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના માટે પ્રાથમિક શિક્ષકોને બીએલની કામગીરી સોંપવામાં આવી છે. જાેકે ચાલુ વર્ષે શિક્ષકો દ્વારા કરવામાં આવનાર બીએલઓની કામગીરી ગરૂડા એપમાં ઓનલાઇન કરવાની છે. જેના માટે પ્રાથમિક શિક્ષકોએ પોતાના એન્ડ્રાઇ મોબાઇલમાં ગરૂડા એપ ડાઉનલોડ કરીને કામગીરી કરવાનો રાજ્યના ચુંટણી પંચે આદેશ કરતા શિક્ષકોમાં રોષ ઉઠ્યો છે. ગરૂડા એપના માધ્યમથી ઓનલાઇન કરવાથી બીએલઓની કામગીરી ડેટા ઓપરેટર અને ક્લાર્કની હોવાથી તેને શિક્ષકોના માથે થોપવામાં આવી હોવાનો આક્ષેપ શિક્ષકોએ કર્યો છે.
Recent Comments