fbpx
ગુજરાત

ત્રીજી લહેરના ભય સામે અમદાવાદમાં રેપિડ ટેસ્ટના ૧૦ જેટલા કેન્દ્રો બંધ કરાતા પ્રજામાં રોષ

અમદાવાદમાં કોરોનાના કેસ ૧૦ની અંદર સ્થિર છે. ત્યારે જિલ્લામાં સતત ૧૯મા દિવસે શૂન્ય કેસ રહ્યો ૪છે. આજે શહેરમાં એક નવો કેસ નોંધાયો છે, જ્યારે ૩ દર્દી સાજા થયા છે. ૨૨ ઓગસ્ટે કોરોના કાળની બીજી લહેરમાં શહેરમાં પહેલીવાર માત્ર એક કેસ નોંધાયો હતો. અગાઉ જિલ્લામાં ૧૪ ઓગસ્ટે ૩ કેસ નોંધાયા હતા. સતત ૪૫મા દિવસે શહેરમાં એકેય મોત થયું નથી. ૧ સપ્ટેમ્બર, ૨૦૨૧ની સાંજથી ૨ સપ્ટેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં ૧ નવો કેસ નોંધાયો છે. જ્યારે શહેરમાં ૩ દર્દી સાજા થયા છે.

આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૨ લાખ ૩૮ હજાર ૧૧૩ થયો છે. જ્યારે ૨ લાખ ૩૪ હજાર ૬૬૩ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક ૩ હજાર ૪૧૧ રહ્યો છે. અદાવાદમાં બીજી લહેર ઘાતક સાબિત થઈ હતી. લોકોને સારવાર માટે બેડ અને ઓક્સિજન સહિતની સુવિધાઓ મેળવવા લાઈનમાં ઉભા રહેવું પડ્યું હતું. હવે શહેરમાંથી કોરોનાએ વિદાય લીધી છે. ત્યારે વચ્ચે મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં ઊભા કરેલા કોરોનાના ટેસ્ટ માટેના રેપિડ એન્ટિજન ટેસ્ટના કેન્દ્રો એકાએક બંધ કરી દીધા છે. છેલ્લા ત્રણ દિવસમાં શહેરમાં રેપિડ ટેસ્ટના ૩૫માંથી ૧૦ કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યાં છે. જ્યારે બાકીના ૨૫ કેન્દ્રો પણ આગામી સમયમાં બંધ કરી દેવાશે.

શહેરમાં વસ્ત્રાપુર તળાવ, પાલડી ટાગોર હોલ પરના કેન્દ્ર અને પૂર્વ ઝોનના કેન્દ્રો મળી કુલ ૧૦ જેટલા કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા છે. મ્યુનિ. સૂત્રો એવું જણાવી રહ્યા છે કે, આગામી સપ્તાહ દરમિયાન ૩૫ કેન્દ્રો પૈકી બાકીના ૨૫ કેન્દ્રો પણ બંધ કરી દેવાશે અને મ્યુનિ.ના આઠ ઝોનમાં અર્બન હેલ્થ સેન્ટરમાં ટેસ્ટ માટેની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવશે. એટલે કે, એક ઝોનમાં એક કેન્દ્ર ચાલુ રાખવામાં આવશે. આધારભૂત સુત્રોના જણાવ્યા પ્રમાણે રેપિડ એન્ટિજન્સ ટેસ્ટ માટેના કેન્દ્રોમાં રોજ માંડ ૧૦ નાગરિકો જ ટેસ્ટ માટે આવતા હોવાથી તેને બંધ કરવાની ફરજ પડી છે. કોરોનાની સંભવત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે.

કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ૨૫૦ અને ૫૦૦ લીટર કેપેસિટી ઁજીછ ઑક્સિજન જનરેશન પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આગામી સમયમાં જે જગ્યા પર ઓક્સિજન પ્લાન્ટ છે તેમના મેન્ટેનન્સ માટે પણ કામગીરી હાથ ધરવામાં આવશે. ૧૧ કરોડ રૂપિયા આ કામ માટે ફાળવવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યુ હતું કોરોના બીજી લહેરમાં સૌથી વધુ ઓક્સિજનની તકલીફ ખૂબ ભોગવી જેને લઈને ઓક્સિજન માટેની તૈયારીઓ કરી છે. જેના માટે અમદાવાદના અલગ અલગ સી એચ સી અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને અને હોસ્પિટલ ખાતે ૩૦ જેટલા ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવાં આવશે. હાલમાં તેમના કામને મંજૂરી આપવામાં આવી છે અને આ કામને તાકીદમાં લેવામાં આવશે. હાલમાં સ્ટેન્ડિંગ કમિટીમાં આ કામ તાકીદ પર લેવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts