કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે
ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૦૫ સપ્ટેમ્બર થી ૧૧ સપ્ટેમ્બર સુધી
મેષ :- ચોથા સ્થાનમાં સ્વગ્રહી ચંદ્ર અનેક પ્રકારના સુખના સાધનો આપનાર, ખેતી, જમીનના કામ કરનાર, માતૃપક્ષેથી શુભ સમાચાર આવે, મંગળ છઠા સ્થાને શત્રુ ઉપર વિજય અપાવે, શુક્ર સાતમે દામ્પત્ય જીવનમાં ખુબ સારું રહે, લાભ થાય.
બહેનો :- મોસાળ પક્ષે જવાનું થાય, સ્નેહીઓથી મુલાકાત થાય.
વૃષભ :- ત્રીજા સ્થાનમાં ચંદ્ર આપને ધાર્મિક યાત્રા, પ્રવાસ અને ધાર્મિક કાર્યમાં વ્યસ્ત રાખે, ભાઈ ભાંડુંનો પુરતો સાથ મળી રહે, મંગળ પાંચમે સંતાનોના કામ થાય, શુક્ર છઠા સ્થાને સ્વગ્રહી થતા જુના ગુપ્તરોગોમાં રાહત આપનાર બને.
બહેનો :- ધર્મયાત્રા, તીર્થયાત્રાનો અનેરો લાભ મળતા આનંદ રહે.
મિથુન :- બીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આવક વધારનાર, નાણાકીય સધ્ધરતા આપનાર, પારિવારિક જીવનમાં ખુબ સારો લાભ બને, મંગળ ચોથા સ્થાને જમીન મકાનનાં ધંધામાં તેજી આવે, શુક્ર પાંચમે નવા મિત્રોનો પરિચય આપે.
બહેનો :- પરિવારમાં તમારું માન, સન્માન, પ્રતિષ્ઠા વધે.
કર્ક :- આપની રાશિમાં સ્વગ્રહી ચંદ્ર મનની શીતળતા વધારનાર, આનંદ આપનાર, દામ્પત્ય જીવન, ભાગીદારીમાં સારા નિર્ણયો લાવનાર, પ્રેમ વધારનાર બને, મંગળનું ત્રીજા સ્થાને આગમન, સાહસ વધારનાર, હિમ્મત આપે, શુક્ર ચોથા સ્થાને ભૌતિક સુખ, સગવડો વધે.
બહેનો :- આનંદ પ્રમોદમાં વધારો થાય, મન શાંત, વિચારો સુંદર રહે.
સિંહ :- બારમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ વ્યય ભુવનમાં પ્રવાસ, મુસાફરીનો લાભ અને ખર્ચ આપનાર, આવક જાવકનું પલડું સમાન રહેતા નાણા ની ચિંતા ન રહે, મંગળનું બીજે આગમન પરિવારમાં અગત્યના કામ થાય. શુક્ર ત્રીજા સ્થાને સ્વગ્રહી થતા કુળદેવીના કાર્ય થાય, પરદેશથી સારું રહે.
બહેનો :- ખર્ચ કરવામાં અને મુસાફરીમાં સાચવવું.
કન્યા :- લાભ સ્થાને ચંદ્રનું ભ્રમણ અનેક પ્રકારના લાભ આપે, સ્ત્રી મિત્ર, માતૃપક્ષ, જુના મિત્રો, પત્ની વગેરેથી લાભ થાય, મંગળનું આપની રાશિમાં આગમન, મન શાંત રાખવું, શુક્ર બીજે આવક વધારનાર બને.
બહેનો :- સખી સહેલી, સંતાનના કામમાં પ્રવૃત રખાવે.
તુલા:- દશમાં સ્થાને ચંદ્ર ઉદ્યોગ, ધંધામાં સારી આવક આપનાર, ફાર્મ હાઉસ, બાગ બગીચા નાં કામ થાય, બારમાં સ્થાને મંગળનું આગમન દરેક બાબતમાં સાવધાની રાખવી, શુક્ર આપની રાશિમાં ખુબ જ સારા સંબંધો આપે, લગ્ન ઇચ્છુકો માટે ઉત્તમ સમય રહે.
બહેનો :- નોકરીયાત વર્ગ માટે અચાનક લાભ, ગૃહિણીઓને સારું રહે.
વૃશ્ચિક :- ભાગ્ય સ્થાનમાં ચંદ્ર ભાગ્યોદય માટેનો અનેરો અવસર પ્રદાન કરે, આપની અત્યાર સુધીની મહેનતનું પૂરું ફળ મળે, લાભ સ્થાને રાશિનો સ્વામી મંગળ ખુબ જ લાભ આપે, તમારી તમામ ઈચ્છા પૂર્ણ થતી લાગે, પોતાના માટે ખર્ચ વધે.
બહેનો :- આપની તમામ મનોકામનાની પૂર્તિ કરતો સમય રહે.
ધન :- આઠમા સ્થાનમાં ચંદ્ર વાણી, વર્તન ખુબ જ સરસ રાખશો તો તમારા તમામ કાર્યો આનંદથી પુરા થશે, મંગળ દશમાં સ્થાને રંગ, રસાયણ, કેમિકલનાં ધંધામાં લાભ રહે, શુક્ર લાભ સ્થાને સ્ત્રી વર્ગથી સારો લાભ રહે.
બહેનો :- દરેક કાર્યમાં ધીરજ અને નિર્ણય લેવામાં ધ્યાન રાખવું.
મકર :- સાતમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ વૈવાહિક જીવનમાં પ્રસન્નતા આપે, નવા ધંધાના નિર્ણયો લેવામાં ભાગીદારોનો સાથ સહકાર મળે, મંગળ ભાગ્યસ્થાનમાં સાહસથી ભાગ્યોદય કરાવે, શુક્ર દશમે રાજયોગ જેવું સુખ આપી શકે.
બહેનો :- તમારી અંદર રહેલી ઈચ્છા શક્તિઓને જાગૃત કરવાનો મોકો મળે.
કુંભ :- છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર આરોગ્યની તકેદારી અને પરેજીઓનું પાલન કરશો તો સારું રહેશે, બીજા લોકોના કામ માટે દોડાદોડી કરવી પડે, મંગળ આઠમે પડવા વાગવાથી બચવું, શુક્ર ભાગ્ય સ્થાને અચાનક ભાગ્યોદય કરાવે.
બહેનો :- સ્ત્રીરોગોમાં સાવધાની રાખવી જરૂરી બને, મુસાફરીમાં સાચવવું.
મીન :- પાંચમાં સ્થાનમાં સ્વગ્રહી ચંદ્ર ઓચિંતા જુના મિત્રો કે સ્ત્રી મિત્રોને મળવાનું થાય, સંતાનોના પ્રગતીનાં સમાચાર, ખુશીઓ વધારે, મંગળ સાતમે ધંધામાં આવક વધારે, શુક્ર આઠમાં સ્થાને પત્નીના વારસાઈ પ્રશ્નો લાવે.
બહેનો :- નવા નવા પરિચયો વધે, શિક્ષણ જગતથી લાભ થાય.
વાસ્તુ :- બેડરૂમ કે ઘરની અંદર મહાભારતનું યુદ્ધ દર્શાવતું ચિત્ર ક્યારેય ન રાખવું, એનાથી ધરમાં કલહ વધે છે, નેગેટીવ વિચારો વધે છે.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426423386
Recent Comments