ઊંઝા એપીએમસીનું બોગસ લાઈસન્સ બનાવી ૧૨૦ કરોડનું કૌભાંડ
ઉંઝા એપીએમસીનું ઓરીજીનલ લાઈસંસની કોપી ધારકને મળી ન હતી. ઉદય અને રૃતુલે બાદમાં એગ્રીકલ્ચર જથ્થાબંધ વેપાર એપીએમસી ઉંઝાના ધારકના નામના લાઈસંસ આધારે જૂદી જૂદી બેંકમાં એકાઉન્ટ ખોલાવી તેની ચેકબૂકો અને આરટીજીએસ ફોર્મમાં સહી કરાવી પોતાની પાસે રાખી હતી. ધારકના ખાતામાં ત્રાહીત વ્યક્તીઓના ખાતામાંથી લાખો રૃપીયા આવતાં તે રકમ આરોપીઓ ધારકે સહી કરીને આપેલી ચેકબૂકો થકી જૂદી જૂદી બેંકોમાંથી ઉપાડતાં તેમજ આ ખાતામાંથી ધારક પાસે ઉદય અને રૃતુલ અન્ય વ્યક્તિઓના ખાતામાં નેટબેકીંગથી રકમ જમા કરાવતા હતા. આમ, બંનેના કહેવાથી ધારક પટેલ આર.ટી.જી.એસ અને આઈ.એમ.પી.એસ અંગેની કાર્યવાહી કરતો હતો. ધારકના તમામ બેંક એકાઉન્ટ ટ્રાન્ઝેકશન અંગેની ઈન્કમટેક્ષની નોટીસ ગત તા.૧૦-૫-૨૦૨૧ના રોજ ઈમેઈલથી આવી હતી. આથી, ઉદય અને રૃતુલને જાણ કરતાં તેઓએ યોગ્ય જવાબ ના આપતાં ધારકને શંકા ગઈ હતી. દરમિયાન બીજી નોટીસ ગત તા.૭-૬-૨૦૨૧ના રોજ કુરિયરથી આવતાં જે રૃતુલ અને ઉદયને મોકલી આપી હતી. જાે કે, બંનેએ કોઈ જવાબ આપ્યો ન હતો. ધારકે ઉંઝા એપીએમસીમાં આ બાબતે તપાસ કરતાં તેના નામનું કોઈ લાઈસંસ ઈસ્યુ થયું નથી તેની પાસે જે કોપી આવી તે બોગસ લાઈસંસની છે. આ બાબતે ધારકે બંનેને વાત કરતાં તેઓએ ધમકી આપી કે, અમારી વિરૃદ્ધ કોઈ કાર્યવાહી કરી તો તારા પરિવારને ઉઠાવી લઈશું. રાજકારણ, પોલીસ અને અસામાજીક તત્વોને પૈસા આપી આ ટ્રાન્જેકશન અને પૈસાના વ્યવહારો તારા છે તેવું લખાણ લખાવી લઈશું. બનાવ અંગે ધારકે ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી. ધારક પટેલે આ અંગે જણાવ્યું હતું કે, રૃતુલ પટેલ મારા સગા ફોઈનો પુત્ર હોવાથી મે તેની પર વિશ્વાસ રાખ્યો હતો. જાે કે, ઈન્કમટેક્સની નોટીસ આવતાં મારી સાથે ફ્રોડ થયાનું અને પોતાના બે નંબરના રૃપીયાની હેરાફેરી માટે ઉદય અને રૃતુલે મને ફસાવ્યો હોવાની જાણ થઈ હતી. આ બંનેએ મને ધમકી આપી કે, અમારી વિરૃદ્ધ કાર્યવાહી કરીશ તો હેરાન થઈ જઈશ. અન્ય યુવકોને પણ આ લોકોએ મારી જેમ ફસાવ્યા હોવાનું મને ધ્યાનમાં છે. આ લોકોએ બીજા લોકોના ખાતામાં ૫૦૦ કરોડથી વધુનું આ રીતે ટર્ન ઓવર કર્યું છે. ઉંઝા એપીએમસીના નામે આવા છ બોગસ લાઈસંસ બનાવ્યા છે. અનાજના વેપારમાં ભાગીદારી કરવાનું કહી એક કરોડના ટર્ન ઓવર પર રૃ.૧૦ હજારની લાલચ આપી ટોળકીએ ઉંઝા એપીએમસીનું યુવકના નામનું બોગસ લાઈસંસ બનાવી બેંક ખાતામાં ૧૦૦ કરોડથી વધુનું ટ્રાન્ઝેકશન કરી ભુયંગદેવ વિસ્તારમાં રહેતાં યુવકને ફસાવ્યાની અરજી પોલીસ કમિશનરને કરવામાં આવી છે. યુવકને આઈટીની નોટીસ આવ્યા બાદ તેણે પોતાના નામે ઉંઝા એપીએમસીનું લાઈસંસ કઢાવનાર અને બેંક એકાઉન્ટ ખોલાવનાર શખ્સોને સંપર્ક કર્યો હતો. આ શખ્સોએ સીએ સાથે ચર્ચા કરી તને ઈન્કમટેક્સના ચક્કરમાંથી બહાર કાઢીશું તેવી ખાતરી આપી હતી. જાે કે, આઈટીની બીજી નોટીસ આવતા યુવકને શંકા ગઈ તેણે ઉંઝા એપીએમસીમાં તપાસ કરી જેમાં તેના નામનું કોઈ લાઈસંસ એમપીએમસીએ ઈસ્યુ ન કર્યાની અને આવા બીજા પાંચ લાઈસંસ બોગસ બન્યાનું જાણવા મળ્યું હતું. યુવક પાસે ટોળકીએ બીજા કેટલાક ડોક્યુમેન્ટમાં સહી કરાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે માન્યો ન હતો. આથી, ટોળકીના સાગરીતોએ યુવકને ખોટા કેસોમાં ફસાવી દેવાની અને પોલીસમાં મારમરાવવાની ધમકી આપી હતી. જાે કે, યુવકે ન્યાય માટે મુખ્યમંત્રી વિજય રૃપાણી સહીત ૧૯ જેટલી જગ્યાએ લેખિત અરજી કરી છે. ઘાટલોડીયા પોલીસે યુવકની અરજીના આધારે તપાસ શરૃ કરી છે. જાે આ મામલે યોગ્ય તપાસ થાય તો ૫૦૦ કરોડથી વધુનું ગેરકાયદેસર ટ્રાન્ઝેકશનનું કૌભાંડ બહાર તેવી ચર્ચા છે. ભુયંગદેવ વિસ્તારમાં મહાવીરકૃપા સોસાયટીમાં રહેતાં ધારક જગદીશ પટેલ (ઉં,૩૦)એ કરેલી લેખીત અરજીમાં પટેલ રૃતુલ મનુભાઈ રહે, પૂર્વી ટાવર, ગુરૃકુળ રોડ, એ-વન સ્કુલ પાસે, મેમનગર અને ઉદય ચંદ્રેશ મહેતા રહે, મૂળ રાજકોટ અને હાલ, ગાલા એટરનીયા, દુરદર્શન ટાવર સામે, થલતેજ વિરૃદ્ધ આક્ષેપ કરતી અરજી કરી છે. અરજીમાં જણાવ્યા મુજબ ફોઈનો પુત્ર રૃતુલ તેના મિત્ર ઉદય મહેતા સાથે ધારવના ઘરે આવ્યા હતા. આ બંનેએ ઉંઝા એપીએમસીમાં અનાજ ખરીદ વેચાણનું મોટા પાયે થાય તેમાં સારુ ટર્ન ઓવર થતું હોય છે. જાે તમારા લાઈસંસ લઈએ એક કરોડનું ટર્ન ઓવર થાય તો રૃ. ૧૦ હજાર કમિશન મળશે તેમ બંને જણાવ્યું હતું. આ કામ ઘરે બેઠા થઈ શકશે અને ટર્ન ઓવર ઉંઝા માર્કેટમાંથી લાવી આપવાની જવાબદારી અમારી તેમ બંનેએ જણાવ્યું હતું. તે પછી બંને ધારકનો ફોટો અને આધારકાર્ડ લઈ લાઈસંસ કઢાવવા લઈ ગયા બાદમાં ઉંઝા એપીએમસીનું લાઈસંસ કઢાવ્યાની વોટસએપ પર નકલ ધારકને બંનેએ નકલ મોકલી હતી.
Recent Comments