fbpx
રાષ્ટ્રીય

રડારમાં ન પકડાય તેવાં ખતરનાક આત્મઘાતી ડ્રોન ખરીદશે ચીની સૈન્ય

ચીનની સરકારે સૃથાનિક કંપનીઓ પાસેથી ખાસ પ્રકારના ડ્રોન્સની ડિઝાઈન મંગાવી છે. ધ નેશનલ ઈન્ટરેસ્ટના નિષ્ણાત માઈકલ પેકના કહેવા પ્રમાણે ચીનના લશ્કરની વેબસાઈટમાં એક નોટિસ પાઠવવામાં આવી છે. એમાં ખાસ પ્રકારના ડ્રોનની ડિઝાઈન આપવા કંપનીઓને કહેવાયું છે. કેવા પ્રકારના ડ્રોનની જરૂરિયાત છે તે અંગે પણ એમાં સ્પષ્ટતા કરવામાં આવી છે.આત્મઘાતી ડ્રોન્સ ૨૧મી સદીમાં સૌથી વિનાશક સાબિત થશે. તેના લાંબાંગાળાના ઉપયોગને ધ્યાનમાં રાખીને ચીને અત્યારથી જ આત્મઘાતી આધુનિક હિથયારોથી સજ્જ થઈ શકે તેવા ડ્રોન ખરીદવાની દિશામાં ધ્યાન આપ્યું છે. આવા ડ્રોન રડારમાં પકડાયા વગર વિરોધી સૈન્યના મથકો ઉપર બોમ્બવર્ષા કરી શકે છે. એ ડ્રોન જાે તૂટી પડે તો પણ વિસ્ફોટ થાય એટલે તેને તોડવાનું કામ પણ જાેખમી હોય છે.

ચીને તે માટે અલગથી ફંડ ફાળવ્યું છે.વળી, ચીને દેશની જાણીતી હસ્તિઓને પરેશાન કરવાનું પણ શરૂ કર્યું છે. ઉદ્યોગપતિ જેક મા, અભિનેત્રી ઝાઓ વેઈ, ફેન બિંગબિંગ, ઝેંગ શુઆંગ વગેરે પર ચીને સકંજાે કસ્યો છે. જેમી સીડેલ નામના લેખકે એક લેખમાં દાવો કર્યો હતો કે ચીનના પ્રમુખ શિ જિનપિંગ માને છે કે આ સેલિબ્રિટિઝ અમેરિકાના ઈશારે નાચે છે અને આ બધા પશ્વિમી દેશોના એજન્ટ છે એટલે તેમને પરેશાન કરવામાં આવે છે. જેક મા, ઝાઓ વેઈને ચીનની સરકારે ભેદી રીતે ગુમ કરી દીધા છે. તેની મહિનાઓથી કોઈ જ ભાળ મળી નથી.એ પ્રમાણે રડારમાં પકડાયા વગર, માત્ર ૧૦થી ૨૦ કિલો વજન ધરાવતા અને આધુનિક હિથયારોથી સજ્જ થઈ શકે એવા હિથયારો ખરીદવા પર ચીને ધ્યાન આપ્યું છે. એક કલાકમાં ત્રણથી ચાર કલાકનું અંતર કાપી શકે અને તેની ઝડપ ૧૫૦ કિલોમીટર પ્રતિકલાક કરતાં વધુ હોય તેવી તાકીદ પણ એ સાથે કરવામાં આવી હતી. ચીન તેના સૈન્યને વધુને વધુ ટેકનોલોજીથી સજ્જ બનાવી રહ્યું છે. સૈન્યની સંખ્યા વધારવાની સાથે સાથે આધુનિક ટેકનોલોજીથી સજ્જ સાધનો વસાવવા માટે પણ ચીને માતબર બજેટ ફાળવવાનું શરૂ કર્યું છે. ચીન તોતિંગ ખર્ચ કરીને વિશેષ પ્રકારના આત્મઘાતી ડ્રોન ખરીદવાની પેરવીમાં છે.

Follow Me:

Related Posts