fbpx
ગુજરાત

ગાંધીધામાં ગટરની સફાઈ કરવા ઉતરેલા કામદાર સહિત બે વ્યક્તિના મોત

અવારનવાર ગેસ ગળતરની ઘટના ભૂતકાળમાં પણ પ્રકાશમાં આવી ચૂકી છે ત્યારે આ બાબતે જવાબદારો સામે પગલાં લેવામાં આવે તે ઈચ્છનીય બની રહ્યું છે. આજની આ ઘટનામાં જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ પરિવારજનો દ્વારા કરવામાં આવી છે. પાલિકાના વિપક્ષી નેતા અને નગર સેવક સમીપભાઈ જાેષીના જણાવ્યા પ્રમાણે કોઈપણ કોન્ટ્રાક્ટરે સફાઈ કામદારે ગટરમાં ઉતારતી વખતે ૧૯૯૩ની જાેગવાઈ મુજબ ઓક્સીજન સાથે રાખવાની જરૃરિયાત રહે છે. તેમજ તમામ સેફટીના સાધનો પણ આપવા પડે છે પરંતુ આજની આ ઘટનામાં કોન્ટ્રાક્ટરે કોઈપણ તકેદારી રાખી હોય તેવું જણાતું નાથી. ત્યારે આ ઘટનામાં મનુષ્યવાધનો ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગણી તેમના દ્વારા કરવામાં આવી છે.

સમગ્ર બનાવમાં પરિવારજનોનેં સરકાર દ્વારા વળતર આપવામાં આવે તેવી માંગણી પણ ઉચ્ચારી હતી.ગાંધીધામમાં ગટરની ચેમ્બરની સફાઈ કરવા ઉતરેલા બે વ્યક્તિઓના ગુંગડાઈ જવાથી મોત નિપજ્યા હતા. બસ સ્ટેશન નજીક આવેલા પીએસ વન પમ્પ સ્ટેશન પાસે આ ઘટના બનવા પામી હતી. જાણવા મળતી વિગતો મુજબ આજે સવારે ૧૧થી ૧ર વાગ્યાના અરસામાં મુળ ઉત્તર પ્રદેશના ગૌંડા ગામના વતની ગુરૃનન્હે પ્રસાદ (ઉ.વ.ર૦) ગટર ચોકઅપ થતાં સફાઈ કરવા માટે ચેમ્બરની અંદર ઉતર્યા હતા ત્યારે અચાનક ઝેરી ગેસાથી તેને ગુંગડામણ થવા લાગતા સૃથળ પર હાજર રહેલા સુપરવાઈઝર દયાભાઈ મુકેશભાઈ ચાવડા (ઉ.વ.૩૦) રહેવાસી ભીમાસર વાળા પણ તેને બચાવવા માટે નીચે ઉતરતા તેઓ પણ ગેસ ગુંગળામણનો ભોગ બન્યા હતા અને બન્નેના ઘટના સૃથળે મોત નિપજ્યા હતા.

આ બનાવની જાણ અહીં હાજર રહેલા અન્ય મજુરોને થતા તેમણે તાત્કાલિક આ બાબતની જાણ પોલીસને કરી હતી. સૃથળ પર બી ડીવીઝન પોલીસની ટીમ ધસી જઈને બન્ને હતભાગીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. હાલ તબક્કે આ બનાવમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જાે કે, તપાસ બાદ જ વધુ હકીકતો બહાર આવે તેમ છે. આ બનાવ અંગે બી ડીવીઝનના પીએસઆઈ એન.આઈ. બારોટનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતું કે, હાલ આ ઘટનામાં સૃથળ પર પંચનામુ કરવામાં આવશે અને ત્યાર બાદ જ અન્ય કામદારોના નિવેદનો લેવાશે. હજુ સુધી કોઈપણ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી નાથી તેવું તેમણે ઉમર્યું હતું.

Follow Me:

Related Posts