ગત માર્ચમાં સુખદેવ માનગઢ ગામે રહેતી પ્રેમિકાને ભગાડીને પોતાની સાથે લઈ ગયો હતો. ત્યારબાદ પ્રેમિકાને ઝેર પીવડાવી તે અને તેનો મિત્ર તુલસી નાસી ગયાં હતા. ઝેરના લીધે મંજુલાનું મોત નીપજ્યું હતું. રાપર પોલીસે બેઉની ધરપકડ કરી ગળપાદર જેલમાં મોકલી આપ્યાં હતા. બંને જણની આજે રાપર કાર્ટમાં મુદ્દત હોઈ અન્ય આરોપીઓ સાથે તેમને પોલીસ જાપ્તા હેઠળ કાર્ટમાં રજૂ કરાયાં હતા. પરત ફરતી વેળાએ વાહનમાં બેઠેલાં અન્ય આરોપીને વોમીટ થતાં પોલીસ વાહન ઊભું રાખી પાણીની વ્યવસ્થા કરવામાં પરોવાઈ હતી. તે સમયે સુખો અને તુલસી નાસી ગયાં હતા. આ બનાવના પગલે સમગ્ર જિલ્લામાં પોલીસે નાકાબંધી ગોઠવી દીધી છે હત્યા ,મારામારીના ગુનાના બે આરોપી રાપર તાલુકાના બાદરગઢ નજીક પોલીસ જાપ્તાને થાપ આપી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે આરોપીને રાપર કાર્ટમાં કેસની મુદ્દતે લવાયાં હતા અને પરત લઈ જતી વખતે વાહનમાંથી નાસી છૂટયાં હતા. ભગાડી ગયા પછી પ્રેમિકાને ઝેર પિવડાવી સુખદેવ અને તેનો મિત્ર તુલસી ભાગી ગયા હતા. સુખદેવની પ્રેમિકાનું મૃત્યુ નિપજતાં હત્યાનો ગુનો નોંધાયો હતો. પોલીસના કહેવા મુજબનાસી જનારાં આરોપીઓમાં રત્નેશ્વર (રહે. મૂળ ખેડૂકા) ગામના સુખદેવ ઊર્ફે સુખો રામસંગ કોલી (ઉ.વ. ૨૧) અને કારુડાના તુલસી ઊર્ફે તુલી કોલી (ઉ.વ.૨૨)નો સમાવેશ થાય છે.
હત્યા કેસના બે આરોપીને કોર્ટમાં હાજર કરી પરત ફરતાં સમયે આરોપીઓ ફરાર

Recent Comments