fbpx
ગુજરાત

અમદાવાદ ગાયત્રી પરિવાર એવમ લાયન્સ કલબ સહિતની સંસ્થાઓના ઉપક્રમે સત્ય નારાયણ પૂજાનું આયોજન કરાયું

અમદાવાદ  ગાયત્રી પરિવાર તા.૬-૯-૨૦૨૧ શ્રાવણ વદ સોમવતી અમાસે સત્ય નારાયણ કથાનું આયોજન ગાયત્રી પરિવાર નારણપુરા, લાયન્સ કલબ ઓફ જોધપુર હીલ, આવકાર, સંવેદના અને જીવન તીર્થ લોક સેવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે જીવન તીર્થ લોક સેવા કેન્દ્ર ગોપી ભજન મંડળની બહેનોને શ્રાવણ માસની પૂર્ણાહૂતિ નિમિત્તે સત્ય નારાયણ કથાનું શ્રવણ- રસપાન ભજન સંગીત સાથે તેમજ ગાયત્રી ચાલીસા પાઠ ગાયત્રી પરિવારના પ્રજ્ઞા પુત્ર પ્રવિણભાઇ પટેલે સમૂહમાં મોટી સંખ્યામાં હાજર રહેલી  ગોપી ભજન મંડળની શ્રધ્ધાળુઓ બહેનો, જીવન તીર્થ લોક સેવા કેન્દ્રના, ગાયત્રી પરિવાર નારણપુરા, લાયન્સ કલબ ઓફ અમદાવાદ જોધપુર હીલ આવકાર સંવેદના ના સભ્યો મિત્રોએ સત્ય નારાયણ કથાનું શ્રવણ કર્યું હતું અને સારા વરસાદ ની તેમજ કોરોના નાબૂદીની તેમજ દિવંગત થયેલાઓને સદ્ ગતિ શાંતિ પ્રાપ્ત થાય તેવી પ્રાથર્ના કરી શ્રધ્ધાજંલિ અર્પણ કરી  ગાયત્રી પરિવાર અમદાવાદ સૌ શ્રધ્ધાળુઓ ભકતો-બહેનોને પ.પૂ.ગુરુદેવ લિખિત સદ્ સાહિત્ય, ગાયત્રી ચાલીસા, ગાયત્રી મંત્ર લેખન નોટબુક, લાલ શાહીની બોલપેન તેમજ  સત્ય નારાયણ કથાના શીરોપ્રસાદ- કેળાનું વિતરણ કરવામાં આવ્યું હતું

Follow Me:

Related Posts