અમરેલી શહેર ભાજપ દ્વારા નમો એપ અને સ્વાસ્થય સ્વયંસેવકનો વર્કશોપ યોજાયો

સવિનય ઉપરોકત વિષયે આપશ્રીને જાણવાનું કે તા. ૭/૯/૨૦૨૧ને મંગળવારનાં રોજ મહાજન પાર્ટી પ્લોટ ખાતે સાંજના ૫ : ૩૦ કલાકે સ્વાસ્થ્ય સ્વયંસેવક તેમજ નમો એપ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત ભાજપનાં આગેવાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તમામ ઉપસ્થિત મહેમાનોનું ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વયંસેવકોને કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવે તો શું કરવું તે અંગેનું માર્ગદર્શન નીકુબેન પંડયા તેમજ કિશોરભાઈ આજુગીયાએ આપેલ હતું. અમરેલી શહેર ભાજપનાં પ્રમુખ ભાવેશભાઈ સોઢાએ ઉપસ્થિત તમામ મેહેમાનો નું શબ્દોથી સ્વાગત કરીને નમો એપ વિશે અને સ્વાસ્થ્ય સ્વયંસેવકોની કામગીરી વિશે માહિતી આપી હતી.
આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન રામાણી, અમરેલી શહેર સંગઠનનાં પ્રભારી ભરતભાઈ પાડા, જીલ્લા ભાજપનાં મહામંત્રી રાજેશભાઈ કાબરીયા, જીલ્લા યુવા મોરચાનાં પ્રમુખ ચેતનભાઈ શિયાળ, પૂર્વ પ્રમુખ દિનેશભાઈ પોપટ, પ્રદેશ મહિલા મોરચાનાં મંત્રી ભાવનાબેન ગોંડલીયા, નગર-પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તુષારભાઈ જોષી, કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા, દંડક ચિરાગભાઈ ચાવડા, ટાઉન પ્લાનિંગનાં ચેરમેન પીન્ટુભાઈ કુરુન્દ્લે, જીલ્લા કોષાધ્યક્ષ દીપકભાઈ વઘાસીયા, પૂર્વ શહેર પ્રમુખ બીપીનભાઈ જોષી,જીલ્લા યુવા મોરચાના મહામંત્રી મોંલિક ઉપાધ્યાય, જીલ્લા ભાજપનાં મંત્રી રેખાબેન મોવલીયા, લઘુમતી મોરચાના રજાકભાઈ કચરા તેમજ ભગીરથભાઈ ત્રિવેદી, દામજીભાઈ ગોલ, અજીજભાઇ ગોરી સહિતના આગેવાનો તથા બુથ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપ નાં મહામંત્રી ભરતભાઈ મકવાણા એ કરેલ હતું. આભાર વિધિ શહેર ભાજપનાં મહામંત્રી રાજેશભાઈ માંગરોળીયાએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા અમરેલી શહેર ભાજપની ટીમનાં નરૂભાઈ પરમાર, દલપતભાઈ ચાવડા, યોગેશભાઈ ગણાત્રા, તુષારભાઈ વાણી, વિજયભાઈ ચોટલીયા, અલ્પેશભાઈ અગ્રાવત તથા ભાવેશભાઈ વાળોદરાએ જહેમત ઉઠાવી હતી
Recent Comments