fbpx
રાષ્ટ્રીય

ગીલાનીના મોત બાદ મેહબૂબાને ઘરમાં નજર કેદ કરાઈ

કાશ્મીરમાં આવેલા પોતાના ગુપકાર નિવાસની એક તસવીર પણ મેહબૂબાએ જાહેર કરી હતી, જેમાં તેમણે દાવો કર્યો હતો કે જે સુરક્ષા જવાનો દેખાઇ રહ્યા છે તેઓને મારા ઘરના દરવાજા પર તૈનાત કરાયા છે અને મને બહાર નિકળવાની ના પાડી દેવામાં આવી છે. એવા અહેવાલો છે કે કાશ્મીરના અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગીલાનીના મોતને પગલે કાશ્મીરમાં ફરી હિંસા ભડકાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીને તેમના ઘરે નજર કેદ કરવામાં આવ્યા છે. જેને પગલે આ કાર્યવાહીની ટીકા કરતા મેહબૂબા મુફ્તીએ કહ્યું હતું કે જમ્મુ કાશ્મીર પ્રશાસન દાવો કરી રહ્યું છે કે રાજ્યમાં બધુ જ શાંત છે પણ મારી વિરૂદ્ધની કાર્યવાહી આ દાવાને ઉઘાડા પાડી રહી છે. મેહબૂબાએ દાવો કર્યો હતો કે એક તરફ કેન્દ્ર સરકાર અફઘાનિસ્તાનના નાગરિકોની ચિંતા કરી રહી છે જ્યારે બીજી તરફ કાશ્મીરના નાગરિકોની ધરપકડ કરીને તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ આરોપો મેહબૂબાએ ટિ્‌વટરના માધ્યમથી કર્યા હતા. તેમણે કહ્યું હતું કે અફઘાનિસ્તાનના નાગરિકોના અધિકારોની ચિંતા કરનારી સરકાર કાશ્મીરના નાગરિકોના અધિકારોનો ભંગ કરી રહી છે.

Follow Me:

Related Posts