રાજકોટમાં તા.૧૩થી શિક્ષકોની સર્વિસ ૮ કલાકની થશે તેનો અમલ
રાજકોટ મનપા સંચાલિત તમામ ૮૬ સ્કૂલોમાં (૧) એક પાળીમાં ચાલતી સ્કૂલોમાં સોમવારથી શુક્રવાર સવારે શિક્ષકોનો સમય ૧૦થી ૬ અને વિદ્યાર્થીઓ માટે સ્કૂલનો સમય ૧૦-૩૦થી ૫ સુધી અને શનિવારે શિક્ષકો માટે સવારે ૭થી ૧૨ અને વિદ્યાર્થીઓનો અભ્યાસકાર્ય ૭-૩૦થી ૧૧-૩૦ રહેશે. (૨) સવાર-બપોર બે પાળીમાં ચાલતી શાળામાં શિક્ષકો માટે સમય સવારે ૭થી ૩ , બપોરની પાળીના શિક્ષકો માટે ૧૦થી ૬નો રહેશે. જ્યારે વિદ્યાર્થીઓ માટે આ સમય સવારે ૭-૧૨થી ૧૨-૧૫ અને બપોરે ૧૨-૩૦થી ૫-૩૦ રહેશે તેમ શાસનાધિકારી કિરિટસિંહ પરમારે જણાવ્યું છે. તેમણે કહ્યું કે નિયમોનુસાર શિક્ષકોએ ૮ કલાકની હાજરી આપવી ફરજીયાત છે. સરકારના નિયમ પ્રમાણે ધો.૧થી ૫ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ દરમિયાન ન્યુનત્તમ કૂલ ૮૦૦ કલાકનું શિક્ષણ મળવું જાેઈએ અને ધો.૬,૭,૮ના વિદ્યાર્થીઓને કમસેકમ ૧૦૦૦ કલાકનો અભ્યાસ એટલે કે સપ્તાહમાં ૪૫ કલાકનો અભ્યાસ કરાવવો જાેઈએ જે માટે શિક્ષકે સપ્તાહમાં ૫૫ કલાકની હાજરી આપવી જરૂરી છે.
અગાઉ પણ શિક્ષણ સમિતિએ આવો ર્નિણય લીધો હતો પણ યુનિયનના દબાણ હેઠળ બે પાળીમાં ચાલતી શાળામાં શિક્ષકોના ડયુટી અવર્સ પાંચ કલાક જ જારી રાખ્યા હતા. હાલ ધો.૬થી ૮નું શૈક્ષણિક કાર્ય શરુ થયું છે જેમાં આ નિયમનો અમલ થશે, નજીકના સમયમાં ધો.૧થી ૫ની શાળા ખોલવા સરકાર વિચારણા કરી રહી છે તેમાં પણ આ નિયમ મૂજબ શૈક્ષણિક કાર્ય થશે.રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ-૨૦૦૯ની જાેગવાઈ હેઠળ સરકારી શિક્ષકોની સર્વિસનો સમય ૮ કલાકનો નિશ્ચિત કરાયો છે પરંતુ, રાજકોટમાં વર્ષો સુધી આના કરતા ઓછો સમય ખાસ કરીને સ્કૂલ બે પાળીમાં ચલાવવાના બહાના તળે રાખવામાં આવ્યો હતો. પરંતુ, હવે બદલાયેલા શાસનાધિકારી અને ચેરમેને પ્રથમવાર શિક્ષકોના ડયુટી અવર્સ અને બાળકોનો ભણવાનો સમય પરિપત્રથી નિશ્ચિત કર્યો છે. જે મૂજબ મનપાની સ્કૂલોના ૮૬૦ શિક્ષકોએ રોજ ૮ કલાકની અને શનિવારે ૫ કલાકની હાજરી ફરજીયાત આપવાની રહેશે.
Recent Comments