fbpx
અમરેલી

અમરેલી-લીલીયા માર્ગ પરથી દેશી તમંચા સાથે ર શખ્‍સોની અટકાયત

અમરેલી એલ.સી.બી. ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ. આર.કે. કરમટા તથા પો.સ.ઈ. પી.એન. મોરીની રાહબરી નીચે એલ.સી.બી. ટીમ અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતાં, દરમિયાન બે ઈસમો મોટર સાયકલ લઈને અમરેલી તરફ આવે છે અને તેમની પાસે ગેરકાયદેસર હથિયાર છે. તેવી ચોકકસ બાતમી મળતાં વોચ ગોઠવી. લીલીયા- અમરેલી રોડ ઉપર આવેલ દાદા ભગવાનના મંદિર પાસેથી મોટર સાયકલ સવાર બે ઈસમો મહેશ ઈન્‍દરસિંગ બામણીયા (રહે. બહેડવા, તા. ભાભરા, જિ. અલીરાજપુર,) હાલ રહે. લીલીયા રોડ, અમરેલી, તથા દિનેશ ધનાભાઈ બામણીયા (રહે. બહેડવા, તા. ભાભરા, જિ. અલીરાજપુર,) હાલ રહે. લીલીયા રોડ,અમરેલી, વાળાને લાયસન્‍સ વગરના પ્રાણઘાતક અગ્નિશસ્‍ત્ર તમંચા તથા જીવતા કાર્ટીસ સાથે પકડી પાડેલ છે.

તેમની પાસેથી એક દેશી બનાવટનો તમંચો (અગ્નિશસ્‍ત્ર), કિંમત રૂા. પ,000, જીવતા કાર્ટીસ નંગ-ર કિંમત રૂા. ર00, (3) મોબાઈલ ફોન નંગ-ર કિંમત રૂા. 10,000 (4) એક હીરો સ્‍પ્‍લેન્‍ડર મોટર સાયકલ રજિ. નં. જી.જે. 14 એ.એચ. ર448, કિંમત રૂા. 30,000 મળીકુલ કિંમત રૂા. 4પ,ર00નો મુદામાલ કબ્‍જે કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts