અમરેલી જિલ્લામાં નોંધાયેલ વરસાદ,મોસમનો સૌથી વધુ વરસાદ અમરેલીમાં ૯૪.૨૩ % અને સૌથી ઓછો જાફરાબાદમાં ૫૨.૬૭ %
સમગ્ર રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી મોન્સૂન સાયકલ ફરી એક્ટિવેટ થઇ છે અને સાર્વત્રિક વરસાદના સમાચારો મળી રહ્યા છે. તે દરમિયાન અમરેલી સહિત જિલ્લામાં વિવિધ સ્થળે સાર્વત્રિક વરસાદ થયો છે. અમરેલી સહિત વડિયા, બગસરા, જાફરાબાદમાં બે દિવસથી વરસાદી વાતાવરણ છે. અમરેલી શહેરમાં આજે વરસાદી માહોલ છવાયેલો છે અને શહેરના તમામ વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. બપોરે ૧૨ વાગ્યાના અહેવાલ મુજબ જિલ્લામાં આ મોસમનો સૌથી વધુ વરસાદ અમરેલી તાલુકામાં ૯૪.૨૩ % અને સૌથી ઓછો વરસાદ જાફરાબાદ તાલુકામાં ૫૨.૬૭ % જેટલો નોંધાયો છે.
ક્રમ | તાલુકાનું નામ | છેલ્લા ૩૦ વર્ષનોસરેરાશ વાર્ષિક વરસાદ (મીમી) | મોસમનો કુલ વરસાદ (મીમી) | સરેરાશ વરસાદની સામે ટકાવારી (%) |
૧ | અમરેલી | ૬૪૦ | ૬૦૩ | ૯૪.૨૩ % |
૨ | બાબરા | ૬૦૭ | ૫૩૯ | ૮૮.૭૯ % |
૩ | બગસરા | ૬૩૬ | ૪૨૬ | ૬૬.૯૮ % |
૪ | ધારી | ૬૦૧ | ૩૯૪ | ૬૫.૫૬ % |
૫ | જાફરાબાદ | ૬૬૩ | ૩૪૯ | ૫૨.૬૭ % |
૬ | ખાંભા | ૬૦૨ | ૪૬૬ | ૭૭.૪૪ % |
૭ | લાઠી | ૬૦૭ | ૩૨૨ | ૫૩.૦૩ % |
૮ | લીલીયા | ૬૩૭ | ૫૭૯ | ૯૦.૮૭ % |
૯ | રાજુલા | ૬૩૩ | ૫૦૩ | ૭૯.૪૭ % |
૧૦ | સાવરકુંડલા | ૬૭૦ | ૪૯૮ | ૭૪.૩૨ % |
૧૧ | વડીયા | ૬૦૭ | ૪૬૫ | ૭૬.૬૩ % |
Recent Comments